________________
. [ શ્રી વીર-વચનામૃત
wwwwwwwwwwwwww^
પહેલું સામાયિક નામનું ચારિત્ર છે, બીજું છેદેપસ્થાપન નામનું ચારિત્ર છે, ત્રીજું પરિહારવિશુદ્ધિ નામનું ચારિત્ર છે અને ચોથું સૂક્ષ્મસં૫રાય નામનું ચારિત્ર છે.
કષાયથી રહિત ચારિત્ર યથાખ્યાત કહેવાય છે. તે છટ્વસ્થ અને કેવળીને હેય છે. આ પાંચે ચારિત્ર કર્મોને નાશ કરનાર છે, એમ ભગવાને કહેલું છે.
વિક આત્માને શુદ્ધદશામાં સ્થિર કરવાનો પ્રયત્ન એ ચારિત્ર છે. તેને સંવર, સંયમ, ત્યાગ કે પ્રત્યાખ્યાન પણ કહેવામાં આવે છે. પરિણામશુદ્ધિના તરતમભાવની અપેક્ષાએ ચારિત્રના પાંચ પ્રકારે પાડવામાં આવ્યા છે. છા એટલે પડદે. હજી જેના જ્ઞાન પર પડદો છે, તે છવાસ્થ. કેવલજ્ઞાન થયા પહેલાં બધા આત્માઓ આ અવસ્થામાં રહેલા મનાય છે.
મન, વચન અને કાયાથી પાપકર્મ કરવું નહિ, કરાવવું નહિ તથા કરતાને અનુમતિ આપવી નહિ, એવા સંકલ્પ પૂર્વક જે ચારિત્ર ગ્રહણ કરવામાં આવે છે, તેને સામાયિક ચારિત્ર કહે છે. આ ચારિત્ર વ્રતધારી ગૃહસ્થને અલ્પાશે અને સાધુઓને સર્વાંશે હોય છે.
નવા શિષ્યને દશવૈકાલિક સૂત્રનું ષડૂજીવનિકા નામનું ચોથું અધ્યયન ભણાવ્યા પછી જે વડી દીક્ષા આપવામાં આવે છે, તેને છેદો પસ્થાપનીય ચારિત્ર કહે છે. અથવા એક તીર્થકરના સાધુ બીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરે, તેને નવું ચારિત્ર લેવું પડે છે, તેને પણ છેદપસ્થાપનીય