________________
૭૨
[ શ્રી વીર-વચનામૃત
૭. ચકનું દૃષ્ટાંત-ચક એટલે રાધાવેધ. સ્થંભના મથાળે યંત્રપ્રયોગથી એક પૂતળી ચકર ચકર ફરતી હોય, તેનું નામ રાધા. સ્થંભની નીચે તેલની કડાઈ ઉકળતી હાય, થંભના મધ્યભાગમાં ત્રાજવું હોય અને તે ત્રાજવામાં ઊભા રહીને નીચે કડાઈમાં પડતાં રાધાનાં પ્રતિબિંબના આધારે બાણ મારીને તેની ડાબી આંખ વીંધવી હોય તે ક્યારે વીંધાય?
૮. ચર્મનું દૃષ્ટાંત–અહીં ચર્મ શબ્દથી ચામડા જેવી જાડી થઈ ગયેલી સેવાળ સમજવી. કેઈ પૂનમની રાતે તેના થર પવનને ઝપાટે આવતાં તે આઘીપાછી થઈ ગઈ હેય અને એ રીતે પડેલાં બાંકેશમાંથી કોઈ કાચબાએ ચંદ્રનું દર્શન કર્યું હોય, તેવું જ ચંદ્રદર્શન એ કાચબાને પિતાના સગાંવહાલાંઓને કરાવવું હોય તે ક્યારે કરાવી શકે? પવનના ઝપાટાથી એજ જગાએ બકેરું પડવું અને તે વખતે પૂનમને જગ હે, એ બધું કેટલું દુર્લભ છે?
૯ યુગનું દૃષ્ટાંત-યુગ એટલે ધસરી. તે બળદના ખભા પર બરાબર બેસાડવા માટે સમેલ એટલે લાકડાના નાનકડા દેડકાને ઉપયોગ કરવામાં આવે છે. હવે ધૂંસરી મહાસાગરના એક છેડેથી નાખી હોય અને બીજા છેડેથી સામેલ નાખી હોય તે એ સરીમાં સામેલ પેસે ખરી? અને પેસે તે ક્યારે પેસે
૧૦. પરમાણુનું દૃષ્ટાંત-એક સ્થંભનું અત્યંત બારીક ચૂર્ણ કરીને એક ભૂંગળીમાં ભર્યું હોય અને કઈ