________________
૭૦
[ શ્રી વીર-વચનામૃત
एवमावट्टजोणीसुं, पाणिणो कम्मकिव्विसा । ण णिव्विजन्ति संसारे, सवठे व खत्तिया ॥ ५ ॥
જેમ સર્વ પ્રકારની સિદ્ધિ હોવા છતાં પણ ક્ષત્રિની રાજ્યતૃષ્ણ શાંત થતી નથી, તેમ અશુભ કર્મવાળા જીવ અનેક યોનિઓમાં પરિભ્રમણ કરવા છતાં વિરક્ત થતા નથી. कम्मसंगेहि सम्मूढा, दुक्खिया बहुवेयणा । अमाणुसासु जोणीसु, विणिहम्मन्ति पाणिणो ॥ ६॥
કર્મના સંબંધથી મૂઢ થયેલા પ્રાણીઓ ઘણી વેદના પામીને તથા દુઃખી થઈને મનુષ્ય સિવાયની નિઓમાં વારંવાર જન્મને હણાયા કરે છે. कम्माणं तु पहाणाए, आणुपुव्वी कयाइ उ । जीवा सोहिमणुप्पत्ता, आययंति मणुस्सयं ॥ ७ ॥
અનુક્રમે અર્થાત્ એક એનિમાંથી બીજી એનિમાં ભટકતાં અકામનિર્જરાને લીધે કર્મોને ભાર હળવો થવાથી જી શુદ્ધિને પ્રાપ્ત થાય છે અને કેઈક વાર મનુષ્ય ભવમાં આવે છે.
વિઅજ્ઞાન કે મૂઢ દશામાં દુઃખો સહન કરતાં કર્મની જે નિર્જરા થાય છે, તે અકામનિર્જરા કહેવાય છે.
મનુષ્ય ભવની દુર્લભતા સમજાવવા માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની નિર્યુક્તિમાં નીચેનાં દશ દષ્ટાંત આપેલાં છે:
चुल्लग पासग धन्ने, जूए रयणे अ सुमिण चक्के य । चम्म जुगे परमाणू, दस दिटुंता मणुअलंभे ॥