________________
મોક્ષમાર્ગ ]
તેમાં જ્ઞાન પાંચ પ્રકારનું છેઃ (૧) આભિનિધિક, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મન:પર્યવ અને (૫) કેવલ.
વિતેમાં એટલે મેક્ષના ચતુર્વિધ સાધને માં. જ્ઞાન પ્રથમ છે, એટલે તેનું વર્ણન પ્રથમ કર્યું છે. જેના વડે વસ્તુ જણાય, એાળખાય કે સમજાય તે જ્ઞાન કહેવાય. તેના પાંચ પ્રકારે છે, આભિનિબંધિક આદિ.
પાંચ ઈન્દ્રિયે તથા છઠ્ઠા મન વડે વસ્તુને જે અર્વાભિમુખ નિશ્ચિત બંધ થાય તે આભિનિધિક જ્ઞાન કહેવાય. તેને મતિજ્ઞાન પણ કહેવામાં આવે છે. આપણે સ્પર્શ કરીને, ચાખીને, સૂંઘીને, જોઈને તથા સાંભળીને જે જ્ઞાન મેળવીએ છીએ, તે આ પ્રથમ પ્રકારનું મતિજ્ઞાન છે.
આ જ્ઞાન ચાર પગથિયે થાય છે. તેમાંનું પહેલું પગથિયું અવગ્રહ છે, બીજું પગથિયું હિત છે, ત્રીજું પગથિયું અપાય છે અને ચોથું પગથિયું ધારણા છે.
એક વસ્તુને સ્પર્શ થતાં “કઈક” એ જે અવ્યક્ત બંધ થાય તે અવગ્રહ. “આ શું હશે? એવી વિચારણા તે ઈહા. “આ વસ્તુ અમુક જ છે,” એ નિર્ણય તે અપાય. અને “મને આ વસ્તુને સ્પર્શ થયે” એવું જે મરણ તે ધારણા. લાકડાને સ્પર્શ થતાં જ “મને લાકડું અડ્યું' એમ લાગે છે, પણ એટલી વારમાં આ ચારે કિયાએ અતિ ઝડપથી બની જાય છે. અજાણી વસ્તુને સ્પર્શ થતાં આ કિયાએ ધીમેથી થાય છે, એટલે તેને ખ્યાલ આવે છે; ચિરપરિચિત વસ્તુમાં ઉપગની ઝડપ