________________
૪
[ શ્રી વીર-વચનામૃત
माणुसत्तम्मि आयाओ, धम्मं सोच सरहे । तवस्सी वीरियं लर्बु, संवुडे निद्भुणे रयं ॥११॥
જે જીવ મનુષ્યભવ પામીને ધર્મશાસ્ત્રનાં વચને સાંભળે છે, તેના પર શ્રદ્ધા કરે છે અને સંયમમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, તે તપસ્વી અને સંવૃત (સંવરવાળો) થઈને પિતાના (બદ્ધ તથા બદ્ધમાન) કર્મોને ખંખેરી નાખે છે. તાત્પર્ય કે મુક્તિ પામે છે. सोही उज्जुभूयस्स, धम्मो सुद्धस्स चिदुई ।
વ્યા પર ગાડુ, ઘસરોવ પાવર | ૨૨ /
સરળતાવાળા આત્માની શુદ્ધિ થાય છે અને એવા શુદ્ધ આત્મામાં જ ધર્મ ટકી શકે છે. વૃતથી સિંચાયેલ અગ્નિની માફક તે દેદીપ્યમાન થઈને પરમ નિર્વાણ (મુક્તિ) પામે છે. विगिंच कम्मुणो हेउ, जसं संचिणु खंतिए । पाढवं सरीरं हिचा, उड्ढे पक्कमई दिसं ॥ १३ ॥
કના હેતુને અર્થાત મિથ્યાત્વ, અવિરતિ વગેરેને દૂર કરે. ક્ષમા, સરલતા, મૃદુતા, નિર્લોભતા વગેરે મેળવીને યશને સંચય કરે. આમ કરનારે મનુષ્ય પાર્થિવ શરીર છેડીને ઉદર્વદિશા તરફ પ્રયાણ કરે છે, અર્થાત્ સ્વર્ગ કે મેક્ષમાં જાય છે. विसालिसेहिं सीलेहिं, जक्खा उत्तर उत्तरा । महासुका व दिपंता, मन्नता अपुणोच्चयं ॥ १४ ॥
ઉત્કૃષ્ટ આચારોનું પાલન કરવાથી જીવ ઉત્તરોત્તર વિમાનવાસી દેવ થાય છે. ત્યાં તે અતિશય સુશોભિત અને