________________
અત્યંત રળિયામણું હતું અને પ્રાચીનકાલમાં થઈ ગયેલા અનેક તત્ત્વજ્ઞ મહાપુરુષોને લીધે “તત્ત્વોની ભૂમિ તરીકે ખ્યાતિ પામેલ હતા.
ભગવાન મહાવીર વિદેહ જનપથમાં જન્મ્યા હતા, એનું પ્રમાણ કલ્પસૂત્રમાં તેમજ આચારાંગ સૂત્રના ભાવનાધ્યયનમાં આવતાં વિલે વિદેજે અને વિદેહકુંજે એ વિશેષણ પરથી મળે છે. ટીકાકારેએ આ શબ્દોને અર્થ જુદી જુદી રીતે કર્યો છે, પણ તેને વાસ્તવિક અર્થ વિદેહવાસી, વિદેહના ઉત્તમ પુરુષ અને વિદેહના સુકુમાર પુરુષ એ થાય છે. દિગમ્બરગ્રંથ દશભક્તિ, હરિવંશ. પુરાણ વગેરેમાં તે વિદેહ જનપથને સ્પષ્ટ નિર્દેશ છે.
કુંડગ્રામ ગંડકી નદીના પૂર્વ કિનારે આવેલું હતું. તે ધનધાન્યથી સમૃદ્ધ હતું, હા હવેલીથી સુશોભિત હતું અને બાગબગીચાને લીધે અનેરી શેભા ધારણ કરતું હતું. તેની વસ્તીને અધિકાંશ ભાગ બ્રાહ્મણે અને ક્ષત્રિને હતે. બ્રાહ્મણે તેમના વિભાગમાં રહેતા હતા, ક્ષત્રિય તેમના વિભાગમાં રહેતા હતા. આ બંને વિભાગે અનુક્રમે બ્રાહ્મણકુંડ તથા ક્ષત્રિયકુંડ નામે ઓળખાતા હતા. ભગવાન મહાવીરને જન્મ આ ક્ષત્રિયકુંડના ઉત્તર ભાગમાં થયું હતું, એમ આચારાંગસૂત્રમાં જણાવેલું છે.
આ વખતે વિદેહ જનપથમાં વજજીઓનું ગણસત્તાક રાજ્ય ચાલતું હતું અને તેની રાજધાનીનું શહેર વૈશાલી હતું. તેને વૈભવ તથા વિસ્તાર ઘણે હતે. કવિઓની