________________
ધારા ચાથી કર્મવાદ
नो इन्दियग्गेज्झ अमुत्तभावा,
अमुत्तभावा वि य होइ निचो । अन्झत्थहेउं निययस्स बंधो, संसारहेउ च वयंति बधं ॥ १ ॥
[ ઉત્ત, અ ૧૪, ગા૧૯ ] આત્મા અમૂર્ત છે, તેથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી. અમૂર્ત હાવાનાં કારણે જ આત્મા નિત્ય છે. મિથ્યાત્વ આદિ કાર
થી આત્માને કર્મબંધન છે અને કર્મબંધન જ સંસારનું કારણ કહેવાય છે.
વિડ જેમાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે જ વસ્તુ મૂર્ત હોઈ શકે છે, પરંતુ આત્મામાં વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ નથી, એટલે તે અમૂર્ત છે અને તેથી તે ઈન્દ્રિયે વડે ગ્રાહ્ય નથી. વળી અમૂર્ત વસ્તુ નિત્ય હોય છે, જેમકે આકાશ; આ રીતે આત્મા નિત્ય છે. આવા અમૂર્ત અને નિત્ય આત્માને કર્મબંધન થવાનું કારણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિ દોષ છે. બાંધેલાં કર્મોનું ફળ ભેગવવા માટે આત્માને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, એટલે કર્મબંધન એ જ સંસારવૃદ્ધિનું કારણ છે.
આત્મા પ્રથમ કમરહિત હતા અને પછી તેને કર્મનું બંધન થયું, એમ નથી. જે શુદ્ધ આત્માને કમને બંધ.