________________
-
--
ધારા પાંચમી કર્મના પ્રકારો
अठ्ठ कम्माई वोच्छामि, आणुपुचि जहकमं । जेहिं बद्धो अयं जीवो, संसारे परियत्तए ॥ १ ॥ नाणसावरणिज्जं, दंसणावरणं तहा । वेयणिज्जं तहा मोहं, आउकामं तहेव य ॥ २ ॥ नामकम्मं च गोयं च, अंतराय तहेव य । एवमेयाई कम्माई, अट्टे व उ समासओ ॥ ३ ॥
હું આઠ કર્મોનું સ્વરૂપ યથાક્રમ કહું છું કે જેનાથી બદ્ધ થયેલે આ જીવ સંસારમાં વિવિધ પર્યાયને અનુભવ કરતે પરિભ્રમણ કરે છે.
(૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય, એ પ્રમાણે સંક્ષેપમાં આઠ કર્મો કહેલાં છે.
વિ. આત્મા મિથ્યાત્વ, અવિરતિ આદિ દેને કારણે કાશ્મણ વણાઓને પિતાને તરફ ખેંચે છે અને કર્મણવર્ગણએ આત્મપ્રદેશ સાથે મળી જાય છે, ત્યારથી તેને “કર્મ ” સંજ્ઞા પ્રાપ્ત થાય છે. કર્મનું મુખ્ય કાર્ય આત્માની શક્તિઓ પર આવરણ લાવવાનું છે, એટલે તેને આત્માનું વિરોધી તત્ત્વ માનવામાં આવે છે.
કર્મ કુલ આઠ પ્રકારના છે, જ્ઞાનાવરણીય આદિ.