________________
કર્મના પ્રકારે તેમાં જે કર્મ વડે આત્માના જ્ઞાનગુણ પર આવરણ આવે તેને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મ આંખના પાટા જેવું છે. આંખમાં જોવાની શક્તિ હોવા છતાં પાટાને લીધે તે બરાબર જોઈ શકતી નથી, તેમ આત્મા અનંત જ્ઞાનવાળો હેવા છતાં જ્ઞાનવરણીય કર્મને લીધે બરાબર જાણી શકતું નથી,
જે કર્મવડે આત્માની દર્શનશક્તિનું આવરણ થાય તેને દર્શનાવરણીય કર્મ કહેવાય આ કાર્ય રાજાના પ્રતિહારી જેવું છે. પ્રતિહારી જેમ રાજાનું દર્શન કરવામાં અટકાયત કરે છે, તેમ દર્શનાવરણીય કર્મ આત્માને વસ્તુસ્વરૂપનું દર્શન કરતાં અટકાવે છે.
જે કર્મને લીધે આત્માને સાતા અને અસાતાને અનુભવ થાય તેને વેદનીયકર્મ કહેવાય. આ કર્મ મધથી ખરડાયેલી તરવારની ધાર જેવું છે. મધથી ખરડાયેલી તરવારની ધાર ચાટતાં જેમ સાતા ઉપજે છે અને જીભ કપાઈ જતાં જેમ અસાતા ઉપજે છે, તેમ આત્મા મૂળ સ્વરૂપે આનંદઘન હોવા છતાં વેદનીય કર્મને લીધે તે કૃત્રિમ સુખ-દુઃખને અનુભવ કરે છે.
જે કર્મને લીધે આત્માના સમ્યક્ શ્રદ્ધાન અને સમ્યક્ ચારિત્રરૂપ ગુણોને ધ થાય, તેને મેહનીય કર્મ કહેવાય છે. આ કમ મદિરાપાન જેવું છે. મદિરાપાન કરવાથી જેમ મનુષ્યમાં માનસિક વિકાર પિદો થાય છે, તેમ મોહનીય કર્મને લીધે આત્માની નિર્મળ શ્રદ્ધાને વિપર્યાસ થાય છે અને શુદ્ધ ચારિત્રમાં વિકૃતિ પિદા થાય છે.