________________
૫૯
કર્મના પ્રકારો ] છતાં તેમની અવસ્થામાં જે વિચિત્રતા દેખાય છે, તેનું કારણ કર્મને આ પ્રકારે છે. नाणावरणं पंचविहं, सुयं आभिणिबोहियं । ओहिनाणं च तइयं, मणनाणं च केवलं ॥ ४ ॥
જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારનું છેઃ (૧) શ્રુતજ્ઞાનાવરણીય, (૨) મતિજ્ઞાનાવરણીય, (૩) અવધિજ્ઞાનાવરણીય, (૪) મન:પર્યાયજ્ઞાનાવરણીય અને (૫) કેવલજ્ઞાનાવરણીય.
વિ. જ્ઞાનના પાંચ પ્રકારે છેઃ (૧) આભિનિબેધિક અથવા મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન. આ પાંચે જ્ઞાનને આવરનારાં કર્મો જુદાં જુદાં હોય છે, એટલે જ્ઞાનાવરણીય કર્મને પાંચ પ્રકારો માનેલા છે. અહીં શ્રત જ્ઞાનાવરણીય કર્મ પહેલું અને મતિજ્ઞાનાવરણીય કર્મ બીજું કહ્યું છે, પણ જ્ઞાનના ક્રમ પ્રમાણે મતિજ્ઞાનાવરણીય પહેલું અને શ્રુતજ્ઞાનાવરણીય બીજું સમજવું. निद्दा तहेव पयला, निदानिद्दा य पयलपयला य । तत्तो अ थाणगिद्धी उ, पंचमा होइ नायव्वा ॥ ५ ॥ चक्खुमचखू ओहिस्स, दसणे केवले अ आवरणे । एवं तु नवविगप्पं; नायव्वं दसणावरणं ॥ ६ ॥
નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા અને ત્યાનગૃદ્ધિ (થીયુદ્ધ) એમ નિદ્રાના પાંચ પ્રકાર છે.
તે ઉપરાંત ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણય અને કેવળ દર્શનાવરણીય એમ દર્શન