________________
[ શ્રી વીર–વચનામૃત વરણીય કર્મના બીજા ચાર પ્રકારે છે, એટલે દર્શનાવરણીય કર્મ કુલ નવ પ્રકારનું છે.
વિનિદ્રા દર્શનશક્તિનો અવરોધ કરનારી હાઈ તેની ગણના દર્શનાવરણીય કર્મમાં થાય છે. તેમાં (૧) સુખપૂર્વક એટલે અવાજ માત્રથી ઉઠાડી શકાય એવી નિદ્રા તે નિદ્રા. (૨) દુઃખપૂર્વક એટલે ખૂબ ઢઢળવા વગેરથી ઉઠાડી શકાય એવી નિદ્રા તે નિદ્રાનિદ્રા. (૩-૪) બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં આવે પણ સુખપૂર્વક જગાડી શકાય એવી નિદ્રા તે પ્રચલા અને દુઃખપૂર્વક જગાડી શકાય તે પ્રચલા-પ્રચલા. (૫) જેમાં દિવસે ચિંતવેલું કાર્ય કરી નાખવામાં આવે અને જાગે ત્યારે ખબર ન હોય એવી ગાઢ નિદ્રા તે ત્યાનગદ્ધિ કે થીણુદ્ધ નિદ્રા. આ નિદ્રામાં મનુષ્યનું બળ અસાધારણ વધી જાય છે. વિજ્ઞાને પણ આવી નિદ્રાની નેંધ લીધી છે અને તેને લગતા અનેક દાખલાઓને સંગ્રહ કર્યો છે.
(૬) જે ચક્ષુરિન્દ્રિય દ્વારા થતા સામાન્ય બોધને કે તે ચક્ષુદર્શનાવરણીય, (૭) જે ચક્ષુ સિવાયની બાકીની ચાર ઈદ્રિ તથા પાંચમા મન દ્વારા થતા સામાન્ય બેધને રેકે તે અચક્ષુદર્શનાવરણીય. (૮) જે આત્માને થતા રૂપી દ્રવ્યના સામાન્ય બેધને રોકે તે અવધિદર્શનકરણીય અને (૯) જે કેવલદશ દ્વારા થનારા વસ્તુમાત્રના સામાન્ય બેધરૂપ કેવલદર્શનને રેકે તે કેવલદર્શનાવરણીય. वेयणियं पि दुविहं, सायमसायं च आहियं । सायस्स उ बहू भेया, एमेव आसायस्स वि ॥ ७ ॥