________________
ધર્મના પ્રકારો ]
વેદનીય કર્મ બે પ્રકારનું કહેવું છે. (૧) સાતા. વેદનીય અને (૨) અસાતવેદનીય. તે બંનેના અવાંતર ભેદે ઘણું છે.
વિ. જેના લીધે શારીરિક તથા માનસિક સુખશાંતિને અનુભવ થાય તે સાતવેદનીય અને દુઃખ તથા અશાંતિને અનુભવ થાય તે અસાતવેદનીય.
मोहणिजं पि दुविहं, दंसणे चरणे तहा । दसणे तिविहं वुत्तं, चरणे दुविहं भवे ॥ ८ ॥
મેહનીય કર્મ પણ બે પ્રકારનું છે. (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમેહનીય. તેમાં દર્શનમોહનીય કર્મ ત્રણ પ્રકારનું અને ચારિત્રમેહનીય કર્મ બે પ્રકારનું કહેલું છે.
सम्मत्तं चेव मिच्छत्तं, सम्मामिच्छत्तमेव य । एयाओ तिण्णि पयडीओ, मोहणिजस्स दंसणे ॥ ९ ॥
(૧) સમ્યકત્વમેહનીય, (૨) મિથ્યાત્વમોહનીય. અને (૩) મિશ્રમેહનીય. આ રીતે દર્શનમેહનીય કર્મની ત્રણ, ઉત્તરપ્રકૃતિઓ છે.
વિ. આત્મા પિતાના અધ્યવસાયથી મિથ્યાત્વના પુદ્ગલે શુદ્ધ કરે અને તેમાંથી મિથ્યાત્વ ચાલ્યું જાય, તેને સમ્યકત્વમોહનીય કહેવાય. આ કર્મનો ઉદય થતાં જીવને સમ્યકત્વની પ્રાપ્તિ તે થાય છે, પરંતુ તે જ્યાં સુધી મેજુદ હોય છે, ત્યાં સુધી મોક્ષની સમીપે લઈ જનાર ક્ષાયિક ગુણને અટકાવે છે.