________________
કર્મવાદ ]
૫૫
લેકમાં પહોંચે છે.
जह मिउलेवालित्तं गरुयं तुबं अहो वयइ एवं । आसवकयकम्मगुरू, जीवा वच्चंति अहरगई ॥ १७ ॥ तं चेव तविमुक्कं, जलोवरिं ठाइ जायलहुभावं । जह तह कम्मविमुक्का, लोयग्गपइट्ठिया होति ॥१८॥
[ જ્ઞાતાસૂત્ર, અ૦ ૬ ] જેવી રીતે તુંબડાને માટી ચોપડવાથી તે ભારે થઈ જાય છે, અને ડૂબવા લાગે છે, તેમ હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, તથા મૂછ-મેહ ઈત્યાદિ આશ્રવ રૂપ કર્મો કરવાથી આ આત્મા ઉપર કર્મને લેપ લાગી જાય છે અને તે ભારે થઈ અર્ધગતિ પામતે જાય છે. જે તુંબડા ઉપરના માટીના લેપને કાઢી નાખવામાં આવે તે તે હળવું થઈને પુનઃ પાણી ઉપર આવે છે અને ત્યાં રહી શકે છે, તેમ આ આત્મા જ્યારે કર્મબંધનથી સંપૂર્ણ રીતે મુક્ત થાય છે, ત્યારે ઉર્વગતિ પામીને લેકના અગ્ર ભાગે પડોંચે છે અને ત્યાં સ્થિર થાય છે.