________________
૫૩
કર્મવાદ ] નાખવામાં આવે કે સૂર્યના તાપથી ક્રમે ક્રમે સૂકવી નાખવામાં આવે, તેમ સંયમી પુરુષ સંવરદ્વારા નવીન પાપકર્મોને રોકે છે અને નિર્જરા–તપશ્ચર્યા દ્વારા કોડે ભવમાં સંચિત કરેલાં કર્મોને નાશ કરે છે.
વિકહેવાનું તાત્પર્ય એ છે કે કર્મોને નાશ કરવા માટે સંવર એટલે સંયમસાધના કે યોગસાધના અને નિર્જરા એટલે અંતર્બાહ્ય વિવિધ પ્રકારની તપશ્ચર્યા એ બે મુખ્ય સાધનો છે. रागो य दोसो वि य कम्मबीयं,
कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाईमरणस्स मूलं, . ટુર્વ ૨ ગામ વતિ છે /
[ ઉત્તર અ. ૩૨, ગા. ૭ ] રાગ અને દ્વેષ એ બંને કર્મોના બીજ છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે, એમ જ્ઞાનીઓનું કહેવું છે. કર્મ જન્મ-મરણનું મૂળ છે અને એ જન્મ-મરણને જ દુઃખ કહેવામાં આવે છે.
सुक्कमले जहा रुक्खे, सिंचमाणे ण रोहति । एवं कम्मा ण रोहंति, मोहणिजे खयं गए ॥ १२ ॥
[ દશાશ્રુત અ૦ ૫, ગા. ૧૪] જેમ મૂળ સૂકાઈ ગયા પછી તેને પર ગમે તેટલું પાણી સીંચવામાં આવે તે પણ તે લીલુંછમ થતું નથી, તેમ મેહનીય કર્મને ક્ષય થઈ જતાં ફરી કર્મો ઉત્પન્ન થતાં નથી.