________________
૫૦
| શ્રી વીર-વચનામૃત
અન્ય સંપ્રદાયે પણ ૮૪ લાખ પેનિની માન્યતા ધરાવે છે, પણ તેની ગણના જુદી રીતે કરે છે. अस्सि च लोए अदु वा परत्था,
सयग्गसो वा तह अन्नहा वा । संसारमावन्न परं परं ते,
बंधंति वेदंति य दुन्नियाणि ॥ ४ ॥
( [ સ. બુ. ૧, અ૦ ૭, ગા. ૪] કરેલાં કર્મો આ જન્મમાં અથવા પછીના જન્મમાં, જે પ્રકારે એ કર્મો કરવામાં આવ્યાં હોય તે પ્રકારે કે બીજા પ્રકારે પણ પિતાનું ફલ આપે છે. સંસારમાં પરિભ્રમણ કરી રહેલે જીવ માનસિક, વાચિક અને કાયિક દુષ્કતનાં કારણે નવાં નવાં કર્મોને બાંધે છે તથા તેનાં ફળ ભોગવે છે. सव्वे सयकम्मकप्पिया,
अवियत्तेण दुहेण पाणिणो । हिण्डन्ति भयाउला सढा,
जाइजरामरणेहिऽभिहुया ॥ ५ ॥
[ સે. બુ. ૧, અ૦ ૨, ઉ. ૩, ગા. ૧૮ ] સર્વ પ્રાણીઓ પિતાપિતાના કર્માનુસાર જુદી જુદી ચેનિઓમાં વ્યવસ્થિત છે. કર્મોની અધીનતાને લીધે એકેન્દ્રિયાદિની અવસ્થામાં તે અવ્યક્ત દુઃખથી દુઃખિત હોય છે અને અશુભ કર્મોને કારણે જન્મ, જરા અને મરણથી સદા પીડા પામતા તથા ભયાકુલ રહેતા ચાર ગતિ રૂપ સંસારમાં ભટકે છે.