________________
પ
ભગવાન મહાવીર ભારે પુરુષાર્થી હતા અને તેમણે ભારતની પ્રજાને આ રીતે પુરુષાર્થી ખનવાની હાકલ કરી હતી.
૧૪–સ ઘસ્થાપના
લેાકા પોતાના અધિકાર મુજબ જ ધર્મનું આચરણ ક્રરી શકે છે, એ વસ્તુ ખ્યાલમાં રાખી ભગવાને ધર્મોરાધકાના એ વગ પાડયા અને પુરુષ તથા સ્ત્રી બંને વર્ગને તેમાં સ્થાન આપ્યું.
જેએ ત્યાગી થઈ નિર્વાણુસાધક ચેાગની સારી રીતે સાધના કરી શકે એવા હતા, તેમને શ્રમણ-શ્રમણી વર્ગમાં દાખલ કર્યાં. શ્રમણના વાસ્તવિક અર્થ છે સમત્વની પ્રાપ્તિ માટે શ્રમ કરનાર સાધુ, તપસ્વી કે ચેાગી.
જેઆ ત્યાગી થઈ શકે એવા ન હતા, પણ ગૃહવાસમાં રહીને નીતિનિયમ તથા સદાચારનું પાલન કરવાપૂર્વક ધાર્મિક અનુષ્ઠાને તથા અમુક હદે સંયમચાગની સાધના કરી શકે એવા હતા, તેમને સમાવેશ શ્રમણેાપાસક તથા શ્રમણેાપાસિકામાં કર્યાં. શ્રમણેાપાસકને વાસ્તવિક અર્થ છે શ્રમણેાની ઉપાસના-આરાધના કે સેવાભક્તિ કરી તેમની પાસેથી અધ્યાત્મજ્ઞાન મેળવનાર સુમુક્ષુ ગૃહસ્થ.
ભગવાને આ ચારે વર્ગના એક સંઘ સ્થાપ્ચા. તે સ'સારસાગર તરવા માટે ઉત્તમ પ્રવણ ( વહાણ ) જેવા