________________
૮૩
કોઈને દુઃખ દેવું કે કોઈ પ્રાણીની હિંસા કરવી, તેને જગતના અન્ય કોઈ પણ દેશો કરતાં ભારતવર્ષ પ્રાચીન કાળથી ઘણા વધારે પ્રમાણમાં ખેદની નજરે નિહાળ્યું છે. માનવજાતિમાં સામાન્ય રીતે દયાની ભાવના હોય છે અને તે સુધાની તૃપ્તિ માટે બીજા પ્રાણીઓને મારવાની વૃત્તિ ઘટાડી નાખે છે. કોઈ પ્રાણીને મારવાનું કે કોઈ જીવંત પ્રાણીની સતામણું કરવાનો વિચાર પોતે જ દુ:ખને ઉત્પન્ન કરનાર છે; તેથી દયા કે અહિંસાની ભાવના આપણે મહાપુરુષોને એક ઉચ્ચ કેટિના સિદ્ધાંત તરીકે ગમી ગઈ હતી અને મહાવીરે પોતાના ઉપદેશમાં તેના પર ભાર મૂક્યો હતો. આજે સ્વતંત્ર ભારતમાં આપણે અહિંસાના સિદ્ધાંતને ઘણે ઊંચે માનીએ છીએ અને તેને મનુષ્યો તથા દેશો પરત્વેના સંબંધમાં બને તેટલા વ્યવહારૂ રીતે અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મને આનંદ થાય છે કે જેન સાહિત્ય—પ્રકાશન મંદિર મહાવીરના ઉપદેશનો સંગ્રહ પ્રસિદ્ધ કરી રહ્યું છે. આ પ્રયાસને હું સર્વ પ્રકારે રળતા છું છું.
૨- ભારતના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ઝાકિરહુસેન તરફથી મળેલ સંદેશે. [અ ગ્રેજી પરથી ]
વાઈરા સિડેન્ટ
ઇન્ડિયા
ન્યુ દિલ્લી,
સપ્ટેમ્બર ૬, ૧૯૬૨ હાલા શ્રી શાહ,
તમારા ચાલુ માસની એથી તારીખને પત્ર માટે આભારી છું. તમારા “વીરવાનામૃત” પ્રકાશનને સફળતા ઇચ્છું છું.
તમારા પ્રત્યે ભલી લાગણી ધરાવનાર
ઝાકીરહુસેન :