________________
[ શ્રી વીર-વચનામૃત આ વસ્તુની નોંધ અહીં એટલા માટે કરવામાં આવી છે કે વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ સર્વજ્ઞ અને સર્વદશ એવા ભગવાન મહાવીરે કહેલા સિદ્ધાંતનું સમર્થન કરતું જાય છે, એ વાત પાઠકેના ખ્યાલમાં આવે.
धम्मो अहम्मो आगासं, कालो पुग्गल-जंतवो। एस लोगोत्ति पन्नत्तो, जिणेहिं वरदंसिहिं ॥२॥
[ઉત્ત, અ ૨૮, ગા૦ ૭] - ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યના સમૂહને સર્વદર્શી જિનભગવંતોએ લેક કહે છે.
વિ. લેક છે અને અજીથી અર્થાત્ ચેતન અને જડ પદાર્થોથી વ્યાપ્ત છે, એ વસ્તુ ઉપર કહેવામાં આવી, પણ તેમાં મૌલિક દ્રવ્ય કેટલાં છે? તેને ખુલાસે આ ગાથામાં કરવામાં આવ્યા છે. એમાં જણાવ્યું છે કે લોકમાં મૌલિક કે મૂળભૂત દ્રવ્ય છે છેઃ પાંચ જડ અને એક ચેતન. તેમાં જડની સંખ્યા મેટી હોવાથી તેની ગણના પ્રથમ કરી છે. પાંચ જડ દ્રવ્યનાં નામ આ પ્રમાણે જાણવાં –
૧ ધર્મધર્માસ્તિકાય. ૨ અધર્મ–અધર્માસ્તિકાય. ૩ આકાશ–આકાશાસ્તિકાય. ૪ કાલ ૧ પુદ્ગલ–પુદ્ગલાસ્તિકાય. ચેતન દ્રવ્યને જીવ-જીવાસ્તિકાય કહેવામાં આવે છે.