________________
૨૦
[ શ્રી વીર-વચનામૃત સિદ્ધના છે અલેકની સીમા પર અટકે છે અને લેકના અગ્ર ભાગ પર સ્થિર થાય છે. તેઓ અહીં એટલે મનુષ્યલેકમાં શરીર છોડે છે અને લેકાગ્ર પર જઈને સિદ્ધ થાય છે.
વિઊર્ધ્વગતિ કરી રહેલા જીવ જ્યાં સુધી ધર્મસ્તિકાય દ્રવ્ય વ્યાપેલું હોય, ત્યાં સુધી જ ગતિ કરે છે, એટલે અલકની સીમા પર અટકે છે. ત્યાંથી આગળ ગતિ કરી શકતા નથી, કારણ કે ત્યાં તેને ગતિમાં સહાય કરનારું દ્રવ્ય વિદ્યમાન નથી. જે જીવ ધર્માસ્તિકાય દ્રવ્યની સહાય વગર પણ ગતિ કરી શકતા હોય. તે આ તેની ઊર્વ ગતિ ચાલુ જ રહે અને કદાપિ તેને અંત આવે નહિ, કારણ કે આકાશ અનંત છે.
ઊર્ધ્વગતિ કરી રહેલે જીવ જે સ્થળે અટકે છે, તે લેકને અગ્ર ભાગ છે. ત્યાં પહોંચ્યા પછી તે કઈ પણ પ્રકારની ગતિ કરતું નથી, અર્થાત્ સ્થિર થાય છે અને અનંત કાલ સુધી એ જ અવસ્થામાં રહે છે.
સિદ્ધ થનારે જીવ સામાન્ય રીતે મનુષ્યલેકની મર્યાદામાં જ પિતાનું શરીર છેડે છે અને તે જ્યારે લેકાગ્ર પર પહોંચે ત્યારે જ સિદ્ધ થયે ગણાય છે.
સિદ્ધ થયેલા છે પરમાત્મદશાને પામેલા હેય છે, એટલે તેમની ગણના પરમાત્મા તરીકે થાય છે અને તેથીજ તેમને અરિહંત ભગવંતની જેમ વંદનીય તથા પૂજનીય માનવામાં આવે છે.