________________
૨૫
સંસારી જીનું સ્વરૂપ ] . दुविहा पुढवी जीवा उ, सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो ॥ ३ ॥
[ ઉત્તઅ૦ ૩૬, ગા. ૭૦ ] પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના છે? સૂક્ષમ અને બાદર. વળી તે દરેકને પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રકારે છે.
વિટ અહીં સૂમ શબ્દથી એવા સૂકમ જીવને નિર્દેશ કે જે કંઈ પણ સંજોગોમાં દષ્ટિગોચર થતા નથી, એટલું જ નહિ પણ તેના પર શસ્ત્રાદિ કઈ પ્રગની અસર પણ થતી નથી. આવા સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવે સમસ્ત લોકમાં વ્યાપેલો છે. બાદર એટલે સ્કૂલ, દષ્ટિગોચર થાય એવા. પરંતુ બાદર પૃથ્વીકાયિક એ જીવનું શરીર આપણું દષ્ટિને વિષય બની શકતું નથી. આપણે પૃથ્વીકાયનું જે શરીર જોઈએ છીએ, તે અસંખ્ય જીવોના અસંખ્ય શરીરને એક પિંડ હોય છે, પરંતુ સમુદિત અવસ્થામાં તે જોઈ શકાય છે, માટે તેને બાદર કહેવામાં આવે છે.
જીવ વિગ્રહગતિ દ્વારા નવા જન્મસ્થાને પહોંચ્યા પછી જીવન ધારણ કરવા માટે જરૂરી પુગલો એકત્ર કરવા માંડે છે, તેને આહારની ક્રિયા કહેવામાં આવે છે. તેમાંથી તે શરીર, ઇન્દ્રિય, શ્વાસેવાસ, ભાષા અને મનની રચના કરે છે. શાસ્ત્રીય પરિભાષામાં આ છ વસ્તુઓને પર્યાપ્તિ કહેવામાં આવે છે. પરંતુ બધા જીવે છએ પર્યામિના અધિકારી નથી. એગિદિય જ આહાર, શરીર, ઈન્દ્રિય