________________
સંસારી છાનું સ્વરૂપ ]
૨૭ કહેવાય છે અને તેમણે એ પર્યાપ્તિ પૂરી કરી ન હોય કે પૂરી કર્યા વિના જ મૃત્યુ પામે તે અપર્યાપ્ત કહેવાય છે. પૃથ્વીકાયિક જ એગિદિય છે, એટલે તેણે ચાર પર્યાપ્તિ પૂરી કરવાની હોય છે.
અહીં એટલું યાદ રાખવું ઘટે કે કેઈ પણ જીવ આહાર, શરીર અને ઈન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિ પૂરી કર્યા વિના મરણ પામતે નથી.
આ વર્ગીકરણ અનુસાર પૃથ્વીકાયિક જીવના મુખ્ય ચાર ભેદ બને છેઃ
(૧) સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવ. (૨) સૂમ અ પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવ. (૩) બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવ.
(૪) બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયિક જીવ. बायरा जे उ पज्जत्ता, दुविहा ते वियाहिया । सण्हा खरा य बोधव्या, सण्हा सत्तविहा तहिं ॥ ४ ॥
ઉત્તર અ૦ ૩૬, ગા૦ ૭૧ ] પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવના બે ભેદે કહેલા છેઃ શ્લણ અર્થાત્ કમળ અને ખર અર્થાત કઠેર. તેમાં શ્લણ પૃથ્વી સાત પ્રકારની છે. कण्हा नीला य रुहिरा य, हालिदा सुकिला तहा । पंडुपणगमट्टिया, खरा छत्तीसईविहा ॥ ५ ॥
ઉત્તઅ૩૬, ગા. ૭ર ] કાળી, નીલી (વાદળી કે લીલી), લાલ, પીળી, શ્વેત,