________________
૩૬
[ શ્રી વીર-વચનામૃત
બેઇદિય, (૨) તેઇદિય, (૩) ચઉરિંદિય અને (૫) પચિદિય
बेइंदिआ उ जे जीवा, दुविहा ते पकित्तिआ । पज्जत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे ॥ २४ ॥ किमिणो सुमंगला चेव, अलसा माइवाहया । वासीमुहा य सिप्पीआ, संखा संखणगा तहा ॥ २५ ॥ पल्लोयाणुल्लया चेव, तहेव य वराडगा । जलूगा जालगा चेव, चंदणा य तहेव य ॥ २६ ॥ इह बेइंदिया एए, णेगहा एवमायओ । लोएगदेसे ते सव्वे, न सव्वत्थ वियाहिया ।। २७ ।।
[ ઉત્તઅ૩૬, ગા૧૨૭ થી ૧૩૦ ]. બેદિય જ બે પ્રકારના કહેલા છેઃ પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના ભેદો મારી પાસેથી સાંભળો.
કૃમિ (અશુચિમય પદાર્થોમાં ઉત્પન્ન થતા), સુમંગલ, અળસિયા, માતૃવાહક (ચૂડેલ), વાસીમુખ, છીપ, શંખ, શંખલા, પલક, અનુપલ્લક, કેડી, જલે, જાલક, ચંદનક (સ્થાપનાચાર્યમાં મૂકાય છે તે) આદિ.
આ બેઈદિય છે અનેક પ્રકારના છે. તે સર્વેને લેકના એક ભાગમાં કહેલા છે, નહિ કે સર્વત્ર.
વિ. જેમને સામાન્ય રીતે જંતુઓ અને કીડા (worms and insects) કહેવામાં આવે છે, તેને સમાવેશ બેઇદિય, તેઈદિય અને ચઉરિદિય માં થાય છે.
तेइंदिया उ जे जीवा, दुविहा ते पकित्तिया । पजत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे ॥ २८॥