________________
સંસારી જીનું સ્વરૂપ ] લગતી પૃથ્વીઓ સાત પ્રકારની છે. તે આ પ્રમાણેઃ (૧) રત્નપ્રભા, (૨) શર્કરામભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમપ્રભા અને (૭) તમતમામભા.
વિ. પહેલી કરતાં બીજી નરકમાં અને બીજી કરતાં ત્રીજી નરકમાં એમ ઉત્તરોત્તર વધારે અંધકાર હોય છે. સાતમી નરક તમતમાં નામની છે, એટલે તેમાં ઘોર અંધારું હોય છે. पचिंदिय तिरिक्खा उ, दुविहा ते वियाहिया । समुच्छिम-तिरिक्खा उ, गब्भवतिया तहा ॥४०॥
[ ઉત્તઅ૩૬, ગાત્ર ૧૭૦ ] પચિંદ્રિય તિર્યચજી બે પ્રકારના કહેલા છેઃ સંમૂછિમ અને ગર્ભત્પન્ન–ગભેજ.
વિ. સંમૃછિમ જ મન:પર્યાપ્તિના અભાવે મૂઢ દશામાં હોય છે. તે અમુક પદાર્થોમાં ઉત્પન્ન થાય છે. ગભેંત્પન્ન ગર્ભમાં ઉત્પન્ન થાય છે.
दुविहा वि ते भवे तिविहा, जलयरा थलयरा तहा । नहयरा य बोधव्वा, तेसिं भेए सुणेह मे ॥४१॥
[ ઉત્તઅ૩૬, ગા. ૧૭૧ ] આ બંને પ્રકારના તિર્યંચ ઈવેના ત્રણ ભેદ છેઃ (૧) જલચર, (૨) સ્થલર અને (૩) નભચર અર્થાત ખેચર. તેના ભેદે મારી પાસેથી સાંભળે. मच्छा य कच्छभा य, गाहा य मगरा तहा । सुंसुमारा य बोधव्वा, पंचहा जलयराहिया ॥ ४२ ॥
[ ઉત્ત, અ૦ ૩૬, ગા. ૧૭૨ ]