________________
[ શ્રી વીર–વચનામૃત
(૩૨) સૌગન્ધિક. (૩૩) ચન્દ્રપ્રભ. (૩૪) વૈડૂર્ય. (૩૫) જલકાન્ત. (૩૬) સૂર્યકાન્ત.
રત્નપરીક્ષા આદિ ગ્રંથમાં આ રત્નનું વિશેષ વર્ણન આપેલું છે. આ બધાં રને જમીનમાં હોય છે, ત્યારે જીવનશક્તિથી યુક્ત હોવાનાં કારણે પૃથ્વીકાય જીવમાં ગણાય છે. બહાર નીકળ્યા પછી તેમાં જીવનશક્તિ હતી નથી, એટલે તે અજીવ ગણાય છે.
एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ । संठाणदेसओ . वा वि, विहाणाई सहस्ससो ॥ १० ॥
[ ઉત્ત- અ. ૩૬, ગા૦ ૮૩ ] આ જીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે ભેદ થાય છે.
दुविहा आउ जीवा उ, सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो ॥ ११ ॥ बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिआ । सुद्धोदए . अ जस्से, हरतणू महिआहिमे ॥ १२ ॥
[ ઉત્તઅ. ૩૬, ગા૦ ૮૪-૮૫ ] અકાયિક જીવના બે પ્રકારે છેઃ સૂક્ષમ અને બાદર. તેના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે.