________________
સિદ્ધ જીવોનું સ્વરૂપ ]
अत्थि एग धुवं ठाणं, लोगग्गम्मि दुरारुहं । – નOિ મજૂ, વાણિળો વેચ તા . ૦૨ /
[ ઉત્ત, અ. ૨૩, ગા૦ ૮૧ ] લેકના અગ્રભાગ ઉપર એક નિશ્ચલ સ્થાન છે, જ્યાં જરા, મૃત્યુ, રેગ અને દુઃખ નથી, પરંતુ ત્યાં પહોંચવું ઘણું કઠિન છે. निव्वाणं ति अबाहं ति, सिद्धि लोगग्गमेव य ! खेमं सिवमणाबाहं, जं चरंति महेसिणो ॥ १३ ॥
[ ઉત્તર અ૦ ૨૩, ગા૦ ૮૩ ] એ સ્થાનનું નામ નિર્વાણ, અબાધ, સિદ્ધિ, કાચ, ક્ષેમ, શિવ અને અનાબાધ છે. તેને મહર્ષિઓ પ્રાપ્ત કરે છે.
વિ૦ અબાધ એટલે પીડા વગરનું. અનાબાધ એટલે તેના સ્વાભાવિક સુખમાં અંતરાય વિનાનું.
तं ठाणं सासयं वास, लोगग्गंमि दुरारुहं । जं संपत्ता न सोयन्ति, भवोहन्तकरा मुणी ॥ १४ ॥
[ ઉત્ત, અ૦ ૨૩, ગા૦ ૮૪ ] હે મુનિ ! તે સ્થાન શાશ્વત નિવાસરૂપ છે, લેકના અગ્રભાગ પર આવેલું છે, પણ ત્યાં પહોંચવું ઘણું કઠિન છે. જેમણે એ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેના ને અંત આવે છે અને તેને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી.