________________
સિદ્ધ જીવોનું સ્વરૂપ ]
बारसहिं जोयणेहिं, सव्वठ्ठस्सुवरिं भवे । ईसीपब्भारनामा उ, पुढवी छत्तसंठिया ॥ ५ ॥ पणयालसयसहस्सा, जोयणाणं तु आयया । तावइयं चेव वित्थिन्ना, तिगुणो साहिय परिरओ ॥ ६॥ अट्ठजोयणबाहल्ला, सा मज्झमि वियाहिया । परिहायंती चरिमंते, मच्छियपत्ताउ तणुयरी ।। ७ ।। अज्जुणसुवन्नगमई, सा पुढवी निम्मला सहावेण । उत्ताणयछत्तय-संठिया य भणिया जिणवरेहिं ॥ ८ ॥ संखककुंद-संकासा, पंडुरा निम्मला सुभा ।। सीयाए जोयणे तत्तो, लोगंतो उ वियाहिओ । ९ ॥
[ ઉત્ત, અ ૩૬, ગા. ૫૭ થી ૬૧ ] સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર એજન ઉપર છત્રના આકારવાળી ઈષપ્રાશ્માર નામની પૃથ્વી છે. તે પીસ્તાલીશ લાખ જન લાંબી, એટલી જ પહેલી અને ત્રણ ગણાથી વધારે પરિધિવાળી છે. તાત્પર્ય કે તે વર્તુલાકારે છે. તે પૃથ્વી મધ્યમાં આઠ જન જાડી છે, ત્યાંથી ઓછી થતી થતી છેડા પર માખીની પાંખ જેવી પાતળી છે. તે ઈષતપ્રાગ્લાર પૃથવી સ્વભાવથી જ ત, નિર્મલ અને અર્જુન નામના શ્વેત સુવર્ણ જેવી છે. તેને આકાર ઉલટા કરેલા છત્ર જે છે, એમ શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે. આ પૃથ્વી શંખ, અંક રત્ન અને મચકુંદના પુપ સમાન શ્વેત, નિર્મલ અને સોહામણી છે. તેના પર લેકને અંત કહે છે.