________________
[ શ્રી વીર–વચનામૃત
પદથી બીજાની સંભવિતતા દર્શાવી છે, એટલે સ્પષ્ટ કરવાની જરૂર રહે છે કે જૈન સિદ્ધાંતમાં કુલ પંદર પ્રકારના સિદ્ધ મનાયેલા છે. એ રીતે નવ પ્રકારના સિદ્ધોનું વર્ણન બાકી રહ્યું, તે અહીં પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદના આધારે આપવામાં આવે છે?
(૭) તીર્થસિદ્ધ–તીર્થની વિદ્યમાનતામાં સિદ્ધ થયેલા. અહીં તીર્થથી શ્રી જિનેશ્વર ભગવંતોએ સ્થાપેલ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ સમજવાને છે.
(૮) અતીર્થસિદ્ધ-તીર્થની સ્થાપના થયા પહેલાં કે તીર્થના વ્યવચ્છેદ-કાલમાં જાતિસ્મરણાદિ જ્ઞાનથી સિદ્ધ થયેલા.
(૯) તીર્થંકરસિદ્ધ –શ્રી ઋષભદેવ વગેરેની જેમ તીર્થકર થઈને સિદ્ધ થયેલા.
(૧૦) અતીર્થકર સિદ્ધ–શ્રી ભરત ચક્રવર્તી વગેરેની જેમ સામાન્ય કેવળી થઈને સિદ્ધ થયેલા.
(૧૧) સ્વયંબુદ્ધ સિદ્ધ-શ્રી આદ્રકુમાર વગેરેની જેમ જાતે જ બેધ પામીને સિદ્ધ થયેલા.
(૧૨) પ્રત્યેબુદ્ધસિદ્ધ–શ્રી કરકÇ વગેરેની જેમ કોઈ નિમિત્તથી બોધ પામીને સિદ્ધ થયેલા.
(૧૩) બુદ્ધાધિતસિદ્ધ–આચાર્યાદિ ગુરુથી બોધ પામીને સિદ્ધ થયેલા.
(૧) એકસિદ્ધ એક સમયે એક સિદ્ધ થયેલા. (૧૫) અનેકસિદ્ધ–એક સમયે અનેક સિદ્ધ થયેલા.