________________
સિદ્ધ જીવોનું સ્વરૂપ ]
૧૭ વિક સિદ્ધ થયા પછી તે બધા જ સમાન અવસ્થાને પ્રાપ્ત થાય છે, પણ સિદ્ધ થતી વખતે બધા ની અવસ્થા એક સરખી હોતી નથી. આ અવસ્થાભેદ સમજાવવા માટે જ અહીં સિદ્ધના પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે.
ચાર ગતિમાં સંસરણ કરી રહેલા છે માત્ર મનુષ્ય ગતિમાંથી જ સિદ્ધ થઈ શકે છે, એટલે અહીં વર્ણવેલા તમામ પ્રકારો મનુષ્ય સંબંધી જ સમજવાના છે.
લિંગની દષ્ટિએ મનુષ્યના ત્રણ ભેદે પડે છે. સ્ત્રી, પુરુષ અને નપુંસક. આ ત્રણે લિંગે મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. ચંદનબાળા વગેરે સ્ત્રીલિંગે સિદ્ધ થયા, ઈલાચીકુમાર વગેરે પુરુષસિંગે સિદ્ધ થયા અને ગાંગેય વગેરે નપુંસકલિંગે સિદ્ધ થયા. આને પરમાર્થ એ છે કે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવામાં લિંગ કઈ રીતે બાધક નથી. જે કોઈ કર્મને ક્ષય કરે, તે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે છે.
મનુષ્ય સ્વલિગે એટલે શ્રમણના વેશમાં જ સિદ્ધ થાય એ પણ કેઈ નિયમ નથી. અન્ય સાધુઓના વેશમાં પણ તે સિદ્ધ થઈ શકે છે. શ્રી ગૌતમાદિ મહામુનિઓ સ્વલિંગે સિદ્ધ થયા અને વલ્કલચીરી વગેરે મહાનુભા તાપસના વેશમાં પણ સિદ્ધ થયા. વળી ચિલાતીપુત્ર આદિ કેટલાક મહાનુભા ગૃહિલિંગ એટલે ગૃહસ્થના વેશમાં પણ સિદ્ધ થયા છે. તાત્પર્ય કે સિદ્ધ થવામાં વેશ પણ મહત્ત્વની વસ્તુ નથી, માત્ર કર્મક્ષય જ મહત્ત્વની વસ્તુ છે.
અહીં છ પ્રકારને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે અને આદિ