________________
વિશ્વતંત્ર ]
૧૫
થવા છતાં મૂળ દ્રવ્ય તા ધ્રૌવ્યવાળું એટલે કાયમ જ રહે છે. અન્ય શબ્દોમાં કહીએ તેા પર્યાયના આ રૂપાંતર સમયે પણ તેના ગુણા કાયમ જ રહે છે અને તેથી એ દ્રવ્યનુ સાતત્ય આપણા અનુભવમાં આવે છે.
एगत्तं च पुहुत्तं च संजोगा य विभागा य,
संखा संठाणमेव संठाणमेव य । पज्जवाणं तु लक्खणं ॥ ९ ॥
[ ઉત્ત॰ અ॰ ૨૮ ગા૦ ૧૩] એકત્વ, પૃથક્ત્વ, સંખ્યા, સસ્થાન, સચૈાગ અને વિભાગ એ પર્યાયનુ લક્ષણ છે.
વિ॰ આપણને વસ્તુના એકત્વના, પૃથક્ને, સંખ્યાના, સંસ્થાન એટલે આકારને, સ'ચેગ એટલે કોઈની સાથે જોડાયાના કે વિભાગ એટલે તેના જુદા જુદા ભાગેાના ખ્યાલ પર્યાયને લીધે જ આવે છે. દાખલા તરીકે ભિન્ન ભિન્ન પરમાણુઓને બનેલો હોવા છતાં આ એક ઘડા છે, એવા ખ્યાલ તેના ઘટત્વ-પર્યાય પરથી જ આવે છે. આ ઘડા ખીજાથી જુદા છે, એવા ખ્યાલ પણ તેના પર્યાય પરથી જ આવે છે. આ એક છે, એ છે કે તેથી અધિક છે, એવા ખ્યાલ પણ તેના પર્યાય પરથી જ આવે છે; અને આ ગેાળ છે, લાંખા છે કે અમુક આકારના છે, એવા ખ્યાલ પણ તેના પર્યાય પરથી જ આવે છે. વળી તે પાટિયાથી જોડાયેલે છે કે ભૂમિથી સલગ્ન છે, એવા ખ્યાલ પણ તેના પર્યાય પરથી જ આવે છે અને આ ઘડાના કાંઠા છે, આ ઘડાનુ પેટ છે, એવા વિભાગોના ખ્યાલ પણ તેના પર્યાય પરથી જ આવે છે.