________________
[ શ્રી વીર-વચનામૃત ધર્મ, અધર્મ અને આકાશ, એ ત્રણને એક એક દ્રવ્ય કહેલાં છે. કાલ, પુદ્ગલ અને જીવ એ ત્રણને અનંત દ્રવ્ય કહેલાં છે.
વિ. સમસ્ત લેકમાં ધર્મદ્રવ્ય અખંડપણે વ્યાપીને રહેલું છે, એટલે તે એક છે. તેના આપણે બુદ્ધિથી વિભાગ કલ્પી શકીએ, પણ વાસ્તવમાં તેના કેઈવિભાગ નથી. અધર્મ અને આકાશ દ્રવ્યનું પણ એમ જ છે; પરતું કાલ, પુદ્ગલ અને જીવ એ ત્રણે દ્રવ્યો અનંત છે, એટલે કે તેને નિર્દેશ સંખ્યાથી થઈ શકે એમ નથી. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જગતના બધા વિદ્વાનો જેને નિર્દેશ સંખ્યાધીન થઈ શકે તેને અસંખ્યાત કહીને છોડી દે છે, પરંતુ જૈન મહષિઓએ તેના પણ બે વિભાગ કરેલા છે. તેમાં પ્રથમ વિભાગને અસંખ્યાત અને બીજા વિભાગને અનંત કહેવામાં આવે છે. અસંખ્યાત કરતાં અનંતનું પ્રમાણ ઘણું મટે છે. અસંખ્યાત ક્યારે કહેવાય? તેને ખુલાસો પાંચમી ગાથાના વિવેચનમાં જોઈ શકાશે.
गइलक्खणो उ धम्मो, अहम्मो ठाणलक्खणो । भायणं सव्वदव्वाणं, नहं ओगाहलक्खणं ॥४॥
[ ઉત્તર અ૦ ૨૮, ગા. ૯] ધર્મદ્રવ્ય ગતિલક્ષણવાળું છે, અધર્મદ્રવ્ય સ્થિતિલક્ષણવાળું છે; આકાશદ્રવ્ય અવકાશલક્ષણવાળું છે અને તે સર્વ દ્રવ્યને રહેવાનું સ્થાન છે.
વિના દરેક દ્રવ્યને ઓળખવા માટે તેનાં લક્ષણે જાણવાની