________________
વિશ્વતંત્ર]
ધર્મ અને અધર્મ શબ્દ સામાન્ય રીતે પુણ્ય-પાપના અર્થમાં વપરાય છે, પણ અહીં તે તેમને દ્રવ્યનાં નામવિશેષ જ સમજવાનાં છે.
છ દ્રવ્યમાં પાંચને અસ્તિકાય કહેવામાં આવે છે, તેનું કારણ એ છે કે એ દ્રવ્યમાં પ્રદેશને સમૂહ હોય છે. કાલમાં પ્રદેશને સમૂહ હોતું નથી, એટલે તેને અસ્તિકાય ગણવામાં આવતો નથી. અન્ય શબ્દોમાં કહીએ તે છમાંનાં પાંચ દ્રવ્યો એવાં છે કે જેના વિસ્તાર (Magnitude)ને કંઈક ખ્યાલ આવે છે, એટલે તેને અસ્તિકાયની સંજ્ઞા આપવામાં આવી છે, પરંતુ કાલ દ્રવ્ય એવું છે કે જેનું અસ્તિત્વ સમજી શકાય છે, પણ તેના વિસ્તારને (લંબાઈ-પહોળાઈને) કેઈ ખ્યાલ આવી શકતો નથી, એટલે તેને અસ્તિકાયની સંજ્ઞા લાગુ પડતી નથી.
આ છ દ્રવ્ય ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, એટલે કે તે કેઈનાં ઉત્પન્ન કરેલાં નથી કે તેને આત્યંતિક નાશ થતું નથી. અલબત્ત, તેના પર્યામાં–તેની અવસ્થામાં પરિવર્તન થયા કરે છે અને તેથી જ આ લેક સનાતન હેવા છતાં પરિવર્તનશીલ જણાય છે. - જ્યારે પૌરાણિક માન્યતાઓના થર બાઝી ગયા હતા અને વિશ્વવ્યવસ્થા માટે ઈશ્વર નામના એક અગમ્ય તત્ત્વને આગળ ધરવામાં આવતું હતું, ત્યારે આવી સ્પષ્ટ વૈિજ્ઞાનિક વિચારધારા સર્વજ્ઞ સિવાય બીજું કેણ રજૂ કરી શકે ?
धम्मो अहम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं । अणंवाणि य दवाणि, कालो पुग्गल-जंतवो ॥३॥
[ઉત્ત, અ. ૨૮, ગા. ૮