________________
ધાર પહેલી વિશ્વતંત્ર
जीवा चेव अजीवा य, एस लोए वियाहिए । अजीवादेसमागासे, अलोए से वियाहिए ॥१॥
[ ઉત્તઅ૦ ૩૬, ગા. ૨] જેમાં જે પણ હોય અને અજી પણ હોય, તેને લેક કહે છે; અને જેમાં અજીવને એક ભાગ એટલે માત્ર આકાશ હોય, તેને અલક કહે છે.
વિવેચન–જેને આપણે વિશ્વ, જગતુ કે દુનિયા કહીએ છીએ, તેના બે વિભાગે છેએક લોક, બીજો અલેક, તેમાં લેક, જીવ અને અજી એટલે ચેતન અને જડ પદાર્થોથી વ્યાપ્ત છે, જ્યારે અલકમાં અજીવ એવા આકાશ સિવાય બીજું કંઈ નથી. અન્ય શબ્દોમાં કહીએ તે સર્વત્ર આકાશ વ્યાપેલું છે, તેના એક ભાગમાં લેક રહે છે. બાકી જે ભાગ રહ્યો, તે અલેક એટલે નિરવધિ આકાશ ( Infinite space) છે. ત્યાં આકાશ સિવાય બીજો કોઈ પણ પદાર્થ નથી.
પ્રસિદ્ધ ગણિતજ્ઞ છે. આલબર્ટ આઈનસ્ટીને આ સિદ્ધાંતનું સમર્થન કર્યું છે. તે પોતાના એક નિબંધમાં જણાવે છે કે લેક પરિમિત છે, અલેક અપરિમિત. લેક પરિમિત હોવાના કારણે દ્રવ્ય અથવા શક્તિ લોકની બહાર જઈ શક્તી નથી. લકની બહાર એ શક્તિનો અભાવ છે કે જે ગતિમાં સહાયક થાય છે.?