________________
વિશ્વત ંત્ર ]
કહેવાય. આવા દશ કાટાકાટી (૧૦૦૦૦૦૦૦૦ X ૧૦૦૦૦૦૦૦૦) પક્ષ્ચાપમ વર્ષ ભેગા થાય તેને સાગરે પમ કહેવાય. આવા વીસ કટાકાટી સાગરે પમનું એક કાલચક્ર અને. અને એવા અસખ્યાત કાલચક્રનું એક પુદ્ગલપરાવત મને.
જીવ ઉપયાગ લક્ષણવાળા છે, એના અર્થ એ છે કે તે કોઈ પણ વસ્તુને સામાન્ય કે વિશેષપણે જાણવા માટે ચેતના-વ્યાપાર કરી શકે છે. વસ્તુને સામાન્યપણે જાણવી એ દન કહેવાય છે અને વિશેષપણે જાણવી એ જ્ઞાન
૧૧
કહેવાય છે.
જીવને શી રીતે જાણવા ? એના ઉત્તરમાં અહીં એમ કહેવામાં આવ્યું છે કે જ્યાં જ્ઞાન હાય, દન હાય, તેમજ સુખ-દુઃખને અનુભવ હોય, ત્યાં જીવ છે એમ જાણવુ. આપણામાં જ્ઞાન-દર્શન અને સુખ-દુઃખના અનુભવ છે, માટે આપણામાં જીવ છે. ગાય, ભેંસ આદિ પશુગ્મામાં, કાગડા, કબૂતર આદિ પક્ષીએ માં, તથા જંતુએ અને કીડામાં પણ કંઈક જાણવાની શિત તથા સુખ-દુઃખનું સવેદન છે, માટે તેમાં પશુ જીવ છે; અને લીલી વનસ્પતિમાં પણ કંઇક જાણવાની શક્તિ તથા સુખ-દુઃખનું સવેદન છે, એટલે તેમાં પણુ જીવ છે. આ રીતે જ્યાં જ્યાં જ્ઞાન, દર્શન કે સુખ-દુઃખને અનુભવ જોવામાં આવે, ત્યાં ત્યાં જીવ છે, એમ જાણવુ. તેથી વિપરીત જેમાં જાણવાની શક્તિ નથી કે સુખ-દુઃખનું સંવેદન નથી, ત્યાં જીવ નથી એમ જાણવુ. દાખલા તરીકે લેાઢાના, કાચના કે પત્થરના ટુકડા, તેમાં જાણવાની શિત નથી કે સુખ-દુઃખનું કેાઈ સ`વેદન નથી, માટે તે અજીવ છે.