________________
[ શ્રી વીર-વચનામૃત
આઠસે ચાલીશ સહસ્ત્રાબ્દી = પૂર્વાગ ચોરાશી લાખ પૂર્વાગ = એક પૂર્વ
[ આ રીતે એક પૂર્વમાં ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ થાય છે.]
ચોરાશી લાખ પૂર્વને ભેગા કરીએ તે એક ત્રુટી તારા થાય અને તેવા ચોરાશી લાખ બુટતાંગને ભેગા કરીએ તે એક ત્રુટીત થાય. આ રીતે આવેલા માપને ચોરાશી લાખથી ગુણતાં જઈએ તે અનુક્રમે અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પબ્રાંગ, પદ્મ, નલિતાંગ, નલિત, અર્થનિપુરગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રસુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા નામનાં માપ બને છે. શીર્ષ પ્રહેલિકાનાં વર્ષોની સંખ્યા ૧૯૪ અંક સુધી પહોંચે છે. આથી અનેક ગણું વધારે સંખ્યાને અસંખ્યાત કહેવામાં આવે છે.
તેની આગળ પણ શાસ્ત્રકારોએ માપ બતાવ્યાં છે, પણ તેમાં સંખ્યા કામની નહિ હેવાથી ઉપમાનોને આધાર લીધો છે. આ રીતે એક જન લાંબા, એક જન પહોળા અને એક જન ઊંડા ખાડાને ઝીણા વાળના ટૂકડાથી ભરવામાં આવે અને તેના પરથી ચક્રવર્તીની સેના ચાલી જાય તે પણ દબાય નહિ, એટલા ઠાંસીને ભરવામાં આવે, પછી તેમાંથી સે સો વર્ષે વાળને એકેકે ટૂકડે કાઢતાં જેટલાં વર્ષે તે ખાડે ખાલી થાય, તેટલા વર્ષોને પલ્યોપમ