________________
વિશ્વતંત્ર ]
જરૂર છે, તેથી અહીં તેના લક્ષણ્ણાના ખાસ નિર્દેશ કરવામાં આવ્યા છે.
ધમ દ્રવ્ય ગતિલક્ષણવાળું છે, એને અથ એ છે કે તે પેાતાના સ્વભાવથી ગતિ કરી રહેલા ચેતન તથા જડ પદાર્થોને ગતિ કરવામાં સહાયભૂત થાય છે. અહીં સ્વાભાવિક જ પ્રશ્ન થશે કે જો એક દ્રવ્ય પેાતાના સ્વભાવથી જ ગતિ કરતું હોય તે તેને અન્ય દ્રવ્યની સહાયની શી જરૂર ? તેનું સમાધાન એ છે કે જેમ માછલામાં તરવાની શક્તિ રહેલી છે, પણ તે જળ વિના તરી શકતું નથી, તેમ ચેતન અને જડ પદાર્થોમાં ગતિ કરવાની શક્તિ છે, પણ તે ધર્માસ્તિકાય દ્રવ્યની સહાય વિના ગતિ કરી શકતા નથી. આધુનિક વૈજ્ઞાનિકોએ પણ એ વાતને સ્વીકાર કર્યો છે કે પદાર્થો આકાશમાં— અવકાશમાં જે ગતિ કરે છે, તે થિર નામના એક અદૃશ્ય પદાના આધારે જ કરે છે. આ થરના સ્વરૂપ વિષે તે એકમત નથી, પણ વિશેષ શેાધનનાં પરિણામે તે ધર્માસ્તિકાયના સિદ્ધાંતની ઘણા નજીક આવી રહ્યા છે.
અધર્મ દ્રવ્ય સ્થિતિલક્ષણવાળું છે, એનેા અ એ છે કે તે પેાતાના સ્વભાવથી સ્થિર થયેલા ચેતન અને જડ પદાર્થાને સ્થિર થવામાં સહાયભૂત થાય છે. સ્થિર થવાની શક્તિવાળા મનુષ્યને સ્થિર થવામાં શય્યા તથા આસન વગેરે સહાયભૂત થતાં નથી શું ? અહીં પણ તે પ્રમાણે જ સમજવું.
ધર્મ અને અધદ્રવ્ય લાકમાં વ્યાપેલાં છે, પણ લાક મહાર વ્યાપેલાં નથી, એટલે કાઈ પણ ચેતન-જડ પદાર્થની ગતિ સ્થિતિ લાકમાં જ સંભવે છે, પણ લેાક અહાર સભવતી નથી.