________________
૧૨૧ કહેતાં આશ્ચર્ય ઉપજે છે કે આ શિક્ષણે સમાજમાં જડ ઘાલીને બેઠેલાં વિચારરૂપી વિનોને ત્વરાથી ભેદી નાખ્યાં અને આખા દેશને વશીભૂત કર્યો. ૨૪-મહાત્મા ગાંધી:
ભગવાન મહાવીર અહિંસાના અવતાર હતા, તેમની પવિત્રતાએ સંસારને જિતી લીધે. જે મહાવીર સ્વામીનું નામ આજે કોઈ પણ સિદ્ધાન્તને માટે પૂજાતું હોય તો તે અહિંસા છે. અહિંસાતત્વને જે કોઈએ અધિકમાં અધિક વિકાસ કર્યો હોય તે તે મહાવીરસ્વામીએ. ૨૫-કમાન્ય બાળગંગાધર ટિળક:
ચોવીસ તીર્થકરોમાં મહાવીર અંતિમ તીર્થકર હતા. તેમણે જૈન ધર્મને પુનઃ પ્રકાશમાં આણ્ય, અહિંસાધમ વ્યાપક બન્યો. આજકાલ યજ્ઞોમાં પશુહિંસા થતી નથી, બ્રાહ્મણ અને હિંદુ ધર્મમાં માંસભક્ષણ અને મદિરાપાન બંધ થઈ ગયાં છે, તે આ જૈન ધર્મને પ્રભાવ છે. ૨૬-ડો. રાજેન્દ્રપ્રસાદ :
હું પિતાને ધન્ય માનું છું કે મને મહાવીર સ્વામીના પ્રદેશમાં રહેવાનું મળ્યું છે. અહિંસા જૈનોની વિશેષ સંપત્તિ છે, જનતાના અન્ય કોઈ ધર્મમાં અહિંસાસિદ્ધાન્તનું પ્રતિપાદન આટલી સરલતાથી થયું નથી. શ્રી મહાવીરજીના ઉપદેશ અનુસાર ચાલવાથી આજના સંઘર્ષમય અશાંત સંસારમાં શાંતિ પ્રાપ્ત થઈ શકશે. ૨–પંડિત જવાહરલાલ નહેરૂ :
ભગવાન મહાવીરે દ્વારા પ્રણીત સેવા અને ત્યાગની ભાવનાને પ્રચાર કરવામાં સરળતા મળવાની આશા છે.