________________
૧૨૩
ગુરુ-શુકના જેવાં તેજસ્વી અને મંગલ-દર્શને સમાં છે. બુદ્ધનો પ્રકાશ દુનિયામાં વ્યાપક રીતે ફેલાઈ ગયે; મહાવીરને પ્રકાશ ભારતના હદયના ઊંડાણમાં ઉતરી ગયો. બુદ્ધ મધ્યમ માર્ગ શીખવ્ય, મહાવીરે મધ્યસ્થ દષ્ટિ દીધી. બંને દયાળુ અને અહિંસાધર્યા હતા. બુદ્ધ બધપ્રધાન હતા, મહાવીર વાયવાન તપસ્વી હતા.
બુદ્ધ ને મહાવીર બંને કર્મવીર હતા. લેખનવૃત્તિ એમનામાં હતી નહિ. તેઓ નિર્ગસ્થ હતા, કોઈ શાસ્ત્રરચના એમણે નથી કરી, પણ તેઓ જે બોલતા હતા, એમાંથી જ શાસ્ત્રો રચાતાં હતાં. એમનું બોલવું સહજ થતું હતું. એમની વાણીને સંગ્રહ પણ પછીના લેકેને એકત્ર કરવો પડ્યો.
૩૪-ગણેશ વાસુદેવ માવલંકરઃ
ભગવાન મહાવીર એક મહાન આત્મા હતા, જે કેવલ જનોને માટે જ નહિ, પણ સમસ્ત સંસારને માટે પૂજ્ય હતા. આજ કાલના ભયાનક સમયમાં ભગવાન મહાવીરની શિક્ષા ઘણી જરૂરી છે. આપણું કર્તવ્ય છે કે એમની યાદ તાજી કરવા માટે એમણે બતાવેલા માર્ગ પર ચાલીએ. ૩૫-કનૈયાલાલ માણેકલાલ મુનશી :
આશા છે કે ભગવાન મહાવીરને ઉપદેશ ભારતને સુદઢ કરશે. ૨૬-સર અકબર હૈદરી :
મહાવીરને સસંદેશ અમારા હૃદયમાં વિશ્વબંધુત્વને શંખનાદ બજાવે છે. ૩૭–જયરામદાસ દોલતરામઃ
જે સિદ્ધાન્તોને ભગવાન મહાવીરે ઉપદેશ આપે, તેની આજના માનવસમાજ માટે પરમ આવશ્યકતા છે.