________________
૧૨૬
૪૯-સી. એસ. મેઘકુમારઃ
ભગવાન શ્રી મહાવીરનું સાધુઓ સંબંધી બંધારણ ઘેડ ફેરફાર સાથે બ્રાહ્મણધર્મ અને બૌદ્ધધર્મે સ્વીકાર્યું હતું અને એનો વિસ્તાર બાકીયા અને ડેસીઆ (Bakeria and decia) પર્યત પહોંચ્યો હતો. ૫૦–વતીન્દ્રમોહન ચટ્ટોપાધ્યાયઃ
મોક્ષની કામના પણ કામના જ છે, બંધનસ્વરૂપ. એ કામનાથી મુક્ત હતા માટે જ વર્ધમાન મહાવીર. તેઓ હતા સર્વ પ્રકારે બંધન મુક્ત નિર્ચ થ...આ જૈન દર્શનને જેમણે પ્રચાર કર્યો હતો તે વર્ધમાનનું પવિત્રતમ ચરિત્ર મનુષ્યના વિસ્મય તેમજ શ્રદ્ધાને આકર્ષિત કર્યા વિના રહી શકતું નથી. [ જૈન ગીતાના મુખબંધમાંથી ] પ૧-અક્ષયકુમાર જૈન : (સંપાદક : નવભારત-ટાઈમ્સ, દિલ્લી)
જ્યાં ભગવાન મહાવીરના ઉપદેશથી મેક્ષમાર્ગનું પ્રતિપાદન થયું ત્યાં આમ જનતાને માટે પણ દિશાનિર્દેશ થયો. તેમાંના એકને પણ જો અમલ કરવામાં આવે તે માનવમાત્રનું કલ્યાણ થઈ શકે એમ છે.
જીવો અને જીવવા દે” અર્થાત જીવવાને જે અધિકાર આપણને મળ્યો છે, તે બીજાને પણ મળે છે, એમ સમજીને કામ કરવામાં આવે તો કોઈને કાઈથી કષ્ટ થાય નહિ. આજે જે આ સિદ્ધાન્તનું દરેક દેશ પાલન કરે તે યુદ્ધની જે આશંકા છે, તે સમાપ્ત થઈ જાય અને શાંતિયુગની સ્થાપનામાં કંઈ કઠિનાઈ ન આવે.
બીજે સિદ્ધાંત છે-“પરિગ્રહ-પરિમાણને.' તેને અર્થ છે પિતાની પાસે આવશ્યકતાથી અધિક વસ્તુને સંગ્રહ ન કરે. જે આજે દરેક માનવ આ ભાવનાને સ્વીકાર કરે તે બધી સમસ્યાઓ ઉકેલાતી નજરે આવશે અને સમાન વિતરણ પણ સ્વયમેવ થઈ જશે.