________________
૧૨૪
૩૮-લાલબહાદુર શાસ્ત્રી :
જે ભગવાન મહાવીરની સુંદર અને પ્રભાવશાળી શિક્ષાઓનું પાલન કરવામાં આવે તે રૂશ્વત, બેઈમાની, અત્યાચાર વગેરે જરૂર નષ્ટ થાય. ૩૯–. તારાચંદઃ
મહાવીર સ્વામી ત્રીશ વર્ષની ભર યુવાનીમાં ઘરબાર છેડી સાધુ બની ગયા. તેમણે આત્મધ્યાનથી ઈન્દ્રિયોને વશ કરીને ઘેર તપશ્ચર્યા કરી બેતાલીશ વર્ષની આયુમાં રાગદ્વેષનાં બંધનમાંથી મુક્ત થઈ
માત ઈલાહી' (કેવલજ્ઞાન) પ્રાપ્ત કર્યું અને કર્મરૂપી શત્રુઓને જિતને અહંત તથા જિનેન્દ્રની ઉત્તમ પદવી પ્રાપ્ત કરી. ૪૦-લાલા દુનીચંદ
ભગવાન મહાવીર સહુથી મહાન પૂજ્ય પુરુષોમાંના છે કે જેમણે અહિંસાનો જબરદસ્ત પ્રયાસ કર્યો. મારો તો એ વિશ્વાસ છે કે અહિંસા વિના સાચા સુખની પ્રાપ્તિ અસંભવિત છે. ૪૧- મહાત્મા ભગવાન દીન:
ભરયુવાનીમાં ભર્યું ઘર તથા ભરપૂર ભંડારને છોડીને ચાલ્યા જનાર યથાનામ તથા ગુણ વર્ધમાનના વિષયમાં જે કંઈ લખવામાં આવ્યું છે, તે બરાબર છે, પણ વાસ્તવમાં એમના અંતરની જલતી જવાલા માટે આથી વધારે લખાયું હોય તે પણ ઓછું છે. ૪૨–વેદતીથ આચાર્ય નરદેવઃ
ભગવાન મહાવીરની અહિંસા દુર્બળ અહિંસા ન હતી, પરંતુ સંસારના પ્રબળમાં પ્રબળ પુરુષની અહિંસા હતી. ૪૩-મહાત્મા આનન્દ સરસ્વતી :
મને ભગવાન મહાવીરના જીવનમાં ત્રણ વસ્તુઓ બહુ સુંદર લાગે છે, ત્યાગ, તપ અને અહિંસા.