________________
૧૨૫
૪૪-મહાત્મા નારાયણ સ્વામી
ભગવાન મહાવીરે દુનિયાને સાચું સુખ અને શાંતિ દેનારી અહિંસાધર્મની શિક્ષા આપી છે. ૪૫-પંડિત માધવાચારઃ
જેન તોએ પદાર્થના સૂક્ષ્મ તત્વને જે વિચાર કર્યો છે, તે જઈને આજકાલ ફિલસુફ મેટા આશ્ચર્યમાં પડી જાય છે અને કહે છે કે મહાવીર સ્વામી આધુનિક વિજ્ઞાનના સહુથી પહેલા જન્મદાતા છે. ૪૬-સાધુ ટી. એલ. વસવાણીઃ
મહાવીરના વિષયમાં મેં જે કંઈ જાણ્યું, તેને મારા પર ઘણે પ્રભાવ પડયો છે. એમનું જીવન અદ્વિતીય ઉદારતા અને સૌન્દર્યથી પરિપૂર્ણ હતું. ૪૭-શ્રી વિજયરાઘવાચાર્ય
શ્રી મહાવીર પ્રાચીન ભારતનું ઘડતર કરનારા પુરુષોમાંના એક હતા. ૪૮-ડો. કાલિદાસ નાગઃ
મહાવીર નવા ધર્મના સંસ્થાપક નહિ, પણ પ્રાચીન ધર્મના સુધારક હતા. તેઓ ગૌતમ બુદ્ધ પહેલાં થયા હતા અને તેમના સમકાલીન હતા. જૈન સાહિત્યમાં ગૌતમ બુદ્ધને નહિ, પણ ઈન્દ્રભૂતિ ગૌતમને મહાવીરના શિષ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે. બૌદ્ધ લેખકેએ નિગ્રંથ નારપુરને બુદ્ધના પ્રતિસ્પર્ધી તરીકે ગણાવ્યા છે. ખરી વાત એ છે કે એ બંનેના દૃષ્ટિકેણમાં ઘણો તફાવત હતા, એટલે જ બૌદ્ધ ધર્મ દુનિયાના જુદા જુદા ભાગોમાં ફેલાયો, પણ જૈન ધર્મ તે ભારતને રાષ્ટ્રીય ધર્મ જ રહ્યા.