________________
લોકપકારક અને પરમાર્થ ભરેલા સે અવધાનને કરનાર, પ્રમાણમાં રસ ધારણ કરનાર લેખકે કલિયુગમાં પણ લોકોના પાપ દૂર કરવાની ઈચ્છાથી સતત પરિશ્રમપૂર્વક અહીં (અત્યારે) શું વીર–વચનામૃતને પ્રાપ્ત કરાવ્યું? ૧
શ્રીમાન ધીમાન્ આ લેખકે સમસ્ત ભવ્યાત્માઓને શાશ્વતપદ પ્રાપ્ત કરાવવા માટે આ યત્ન વિસ્તાર્યો છે, તેથી આ વીર–વચનામૃત મેળવવા માટે ભવ્ય આત્માઓ પ્રસિદ્ધ એવા અમૃતને ખરેખર ત્યાગ કરશે એમ હું માનું છું). ૨
જૂનાગમરૂપી સમુદ્રનું મંથન કરવાથી ઉત્પન્ન થયેલ પ્રશંસનીય આ વીર-વચનામૃતને જોવા માત્રથી પણ મને ખૂબ જ આનંદ થાય છે, તે પછી આનું મનન કરનાર ભવ્યાત્મા કેવો આનંદ અનુભવશે ? તે હું જાણતા નથી. ૩
લકામાં હિતકારક પુસ્તક અવશ્ય લેકના મનનું હરણ કરનારૂં થાય છે. તે વીર પરમાત્માના શ્રેષ્ઠ હજાર વચનોથી યુક્ત આ પુસ્તકનું તે કહેવું જ શું? વિશાળ મનવાળો ભવ્ય આત્મા અવશ્ય કોઈ પણ સારી વસ્તુની સ્તુતિ કરે છે, પરંતુ આ પુસ્તક તે સર્વેની સ્તુતિને પાત્ર થયું છે. ૪
પરમાત્માની કૃપાથી વિશુદ્ધ બુદ્ધિ એવા વિદ્વાન કૃતાર્થપણાને પામો અને બીજા અનેક પુસ્તકની રચના કરીને રાજરાજેશ્વરની (નરેન્દ્રચંદ્રની) લક્ષ્મીને વિસ્તારો. ૫
[ ].. રચયિતા–પંડિત રુદ્ધદેવ ત્રિપાઠી, સાહિત્ય-સાંખ્યયોગાચાર્યએમ.એ. સંપાદક—માલવમયૂર સંસ્કૃત માસિક-મંદસૌર (મ.પ્ર.) आतंत्राणकरी सुधाब्धिलहरी कारुण्यपूर्णेश्वरी, संसारार्णव-सङ्कटे प्रपततां ताराय चैका तरी ।