________________
*
૧૧૭ જે વીર-વચનામૃત વિષય-કષાયના દાવાનલથી સંતપ્ત બનેલા સંસારી છે માટે પુષ્પરાવર્ત મેઘ સમાન છે. જે વીર-વચનામૃત ભવસાગરમાં ડૂબતા આત્માઓને માટે પ્રવહણ સમાન છે.
અને
* જે વીર-વચનામૃત કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ તેમજ ચિંતા
મણિરત્નથી પણ અધિક બાહ્ય-અત્યંતર સુખશાંતિ અર્પણ કરનાર
છે; એ વીર-વચનામૃતને મારી વારંવાર વંદના હો !!! ૨૦-શ્રી ચંદ્રપ્રભસાગરજી મહારાજ (ચિત્રભાનું)
અંધકારમાં મૂંઝાયેલું જગત પ્રકાશની પ્રાર્થના કરે અને આકાશમાં સૂર્ય આવે તેમ જાણે હિંસા અને અવ્યવસ્થામાં મૂંઝાયેલા વિશ્વ પ્રાર્થના કરી અને ભારતની ધરતી પર પ્રભુ મહાવીર પધાર્યા.
ઈશું પહેલા ૫૯૯ વષે ભગવાન મહાવીર આ ધરતી પર આવ્યા. એમના આગમન પહેલાં રાજાઓ ભોગ અને કલહમાં ડૂખ્યા હતા, બ્રાહ્મણો જાતિવાદના ઘમંડ અને પશુબલિના યજ્ઞમાં પડ્યા હતા, વૈો શેષણ અને વિલાસમાં મગ્ન હતા, શ્રદ્ધો દડાની જેમ ગુલામીની પ્રથામાં આમતેમ અથડાતા હતા, ચારે તરફ અવ્યવસ્થાનાં અંધારાં હતાં.
ત્યારે ભગવાન મહાવીરે આવી વ્યવસ્થાને પ્રકાશ પાથર્યો.
ભગવાન મહાવીરની એ અનેકમુખી વિચારધારામાં આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્ત આ બે વિચાર તો એટમ બના ભયથી ધ્રુજતા આજના આ યુગ માટે એક રક્ષક બળરૂપ છે.
અનેકાન્તની વિચારસરણીથી માનવ માનવ વચ્ચે ઊભી થયેલી પૂર્વ ગ્રહોની, બાહ્ય મતોની અને વિચારસંકુચિતતાની દિવાલ તૂટશે અને માનવ માનવની નજીક આવશે, માનવ માનવને સહૃદયતાના આ દૃષ્ટિબિન્દુથી સમજશે તે યુદ્ધભય પણ દૂર થશે.