________________
૧૧૬
અને વિશ્વમાં યથેચ્છ વિહરણ કરવું હોય તે શરીરને સૌન્દર્યપૂર્ણ દઢ અને પુષ્ટ રાખવું જોઈએ એમ સમજનારાઓની સમજ મિથ્યા છે, એવું છડે ચેક ઉપદેશી આત્મા સૌન્દર્યપૂર્ણ, દઢ અને પુષ્ટ કરવો જરૂરી છે, તે માટે તપથી – મહાતપથી સર્વ વિકારને શોષવી નાંખવા આવશ્યક છે, એવું સ્વયં આચરી, વિશ્વને પૂર્ણ પ્રતીતિ કરાવનારા હે શ્રમણ !
– વૈર – વિરોધના ભીષણ વદ્ધિથી પ્રજળતાં વિશ્વને ક્ષમાનું સવીય સેવન કરાવી શાંત કરનારા હે વર્ધમાન!
– આપને અમારું અન્તઃકરણ – કટાકટિ શ્રદ્ધાસુમનનું અભિવર્ષણ કરે છે. ૧૯-શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ : * જે વીર-વચનામૃત ક્ષણે ક્ષણે ભાવમરણને આધીન બનેલા
સંસારી આત્માઓને અજર અમર બનાવનાર છે. જે વીર-વચનામૃત ભયંકર દ્રવ્ય-ભાવ રોગોના નિવારણ માટે સંજીવની ઔષધિ છે. જે વીર-વચનામૃત ચિરકાળના સંચિત થયેલા પાપપુંજને ભસ્મીભૂત કરવામાં પ્રચંડ અગ્નિ સમાન છે. જે વીર-વચનામૃત અધમાધમ આત્માને પણ ઉત્તમોત્તમ
બનાવનાર છે. * જે વીર-વચનામૃત પામર આત્માને પણ પરમાત્મદશાની પ્રભુતા
પ્રાપ્ત કરાવનાર છે. જે વીર-વચનામૃત આષાઢી અમાવાસ્યાની મેઘલી અંધકારમય રાત્રિમાં દીપકની જેમ આત્માના અજ્ઞાન અંધકારમાં દિવ્ય જ્યોત પ્રગટાવનાર છે.