________________
૧૧૪
સાંભળતાં મારા કર્ણમાં જાણે અમૃત રેડાતું હેય એવો આનંદ થાય છે અને મારે દેહ પવિત્ર થાય છે.
હે પ્રભો ! તમે જ મારી ગતિ છે, તમે જ મારી મતિ છે, તમે જ મારે આશ્રય છે અને તમે જ મારું આલંબન છે. તમે મને ખૂબ પ્યારા છે અને મારા જીવનના આધાર છે.
–
સ્તવન.
૧૪-મહાત્મા આનંદઘનજીઃ
વિરપણું તે આતમાણે, જાણ્યું તુમચી વાણે રે; કામવીર્ય વિશે જિમ ભોગી, તિમ થયો આતમભોગી રે, વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે;
મિથ્યા મોહ તિમિર ભજ્ય ભાગું, જીતનગારૂં વાણું રે. ૧૫-શ્રીમદ્દ દેવચંદ્રજી ઃ
પરમ બ્રહ્મ, શુદ્ધ આનન્દરસથી યુક્ત, સિદ્ધાર્થ રાજાના નંદન અને લેકને આનંદ આપનાર શ્રી વીર પ્રભુને નમસ્કાર કરું છું.
– નયચક્રસાર.
,
૨ - વર્તમાનકાલીન જૈન મહાપુરુષો તરફથી ૧૬-શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજ:
વિશ્વીદ્ધારક, વિશ્વવત્સલ, વીતરાગ, સર્વસ, તીર્થપતિ શ્રી મહાવીર સ્વામીએ પૂર્વ જીવનમાં ઘેર તપસ્યા, સંયમ, મૃત અને સ્વાધ્યાય સાથે અરિહંતાદિ વીસ સ્થાનકની વિશિષ્ટ સાધના કરી તીર્થકરપદનું પ્રકૃષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યું અને છેલ્લા ભવમાં ઉત્કૃષ્ટ વૈરાગ્ય તથા પ્રશાતતાદિ અનેક ગુણવિભૂષિત ગૃહવાસ સેવી ત્રીશ વર્ષની ભર યુવાનીમાં ચારિત્ર ગ્રહણ કરી પ્રખર સંયમ, પરીષહ-ઉપસર્ગ સહન, ઉગ્ર તપશ્ચર્યા તથા તત્ત્વરમણતાની ભવ્ય સાધના કરી વીતરાગ સર્વસ