________________
૧–પૂર્વકાલીન જૈન મહાપુરુષો તરફથી ૧-પંચમ ગણધર આર્યસુધર્મા સ્વામી:
“ભગવાન અનુત્તર (શ્રેષ્ઠ) ધમ કહેતા હતા અને અનુત્તર ધ્યાન ધરતા હતા. (ગા. ૧૬)
એ પરમ મહર્ષિ અનુત્તર જ્ઞાન, શીલ અને દર્શનથી અનંત સિદ્ધિને પ્રાપ્ત થયા. (ગા. ૧૭)
જેમ વૃક્ષોમાં શાલ્મલિ અને વનમાં નંદનવન શ્રેષ્ઠ છે, તેમ દીપ્રા મહાવીર જ્ઞાન અને શિલમાં શ્રેષ્ઠ હતા. (ગા. ૧૪ )
જેમ ઉદધિમાં સ્વયંભૂ શ્રેષ્ઠ છે, નાગોમાં ધરણેન્દ્ર ઉત્તમ છે અને રસમાં ઈક્ષરસ જયવંત છે, તેમ મહામુનિ (ભગવાન મહાવીર) તપ – ઉપધાનમાં જયવંત હતા. (ગા. ૨૦)
જેમ હાથીઓમાં ઐરાવણ, વનચરમાં સિંહ, જલમાં ગંગાજલ અને પક્ષીઓમાં વેણુદેવ ગરૂડ પ્રધાન છે, તેમ નાયપુર નિર્વાણવાદીઓમાં પ્રધાન હતા. (ગા. ૨૧)
“જેમ યોદ્ધાઓમાં વાસુદેવ શ્રેષ્ઠ છે, પુષ્પમાં અરવિંદ શ્રેષ્ઠ છે, ક્ષત્રિયોમાં દંતવક્ર શ્રેષ્ઠ છે, તેમ વર્ધમાન ઋષિઓમાં શ્રેષ્ઠ હતા. (ગા. ૨૨)
જેમ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્યમાં નિરવઘ વચન શ્રેષ્ઠ છે અને તપમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે, તેમ નાયપુર શ્રમણમાં શ્રેષ્ઠ હતા. (ગા. ૨૩)
“તેઓ પૃથ્વી જેવા ક્ષમાશીલ હતા, રાત દિવસ કર્મીને ખેરવતા હતા, ગૃદ્ધિભાવથી રહિત હતા, જરા પણ સંચય કરતા નહિ અને ઘણું આપ્યા હતા. એમણે મહાઘોર સંસારસમુદ્ર પાર કર્યો. એ વીર અનંતજ્ઞાનચક્ષુવાલા હતા અને અભયદાની પણ હતા. ( ગા. ૨૫)