________________
૩–ભારતના નિવૃત્ત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ
તરફથી
[ અંગ્રેજી પરથી ]
સદાકત આશ્રમ
પટણા સપ્ટેમ્બર ૨૬, ૧૯૬૨
મહાન જૈન તીર્થકર ભગવાન મહાવીર માનવજાતિના એક સર્વશ્રેષ્ઠ ગુરુ હતા.
અણુશસ્ત્રોના ભય નીચે જીવતા આજના જગતને અહિંસા અને વિશ્વપ્રેમના સંદેશાની ખાસ જરૂર છે.
તીર્થકર મહાવીરના ઉપદેશોના સંગ્રહ રૂપે પ્રકટ થતું “શ્રી વીર વચનામૃત” આ જરૂરીઆતને પૂરી પાડવાની દિશામાં એક પગલું છે.
૪–ગુજરાતના રાજ્યપાલશ્રી મહેદીનવાઝ જંગ તરફથી.
[અંગ્રેજી પરથી ]
રાજભવન, અમદાવાદ
તા. ૧૮-૯-૬૨ ભગવાન મહાવીર સ્વામીને ઉપદેશ એ છે કે જે બધા યુગના બધા લેકેને માન્ય થઈ શકે અને તેમને પ્રેમ અને અહિંસાને સંદેશ એવો છે કે જેને સર્વ શિક્ષિત લેકે જાતિ કે ધર્મના ભેદ વિના સ્વીકાર કરી શકે. તેથી એ જાણીને આનંદ થાય છે કે જૈન સાહિત્યપ્રકાશન-મંદિર “શ્રી વીર-વચનામૃત'નું પ્રકાશન કરી રહ્યું છે. આજે માત્ર આપણા દેશને જ નહિ, પણ સમસ્ત જગતને પ્રભુ મહાવીરના ઉપદેશનું સાચું રહસ્ય સમજવાની અગાઉના કેઈ પણ વખત કરતાં જાણી વધારે જરૂર છે,