________________
૭૬
હે “તીર્થની સંજ્ઞા પામ્યું અને તેના સ્થાપક તરીકે ભગવાન મહાવીર તીર્થકર કહેવાયા.
અહીં એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે તેમની અગાઉ આ ભારત દેશમાં શ્રીષભાદિ બીજા ત્રેવીશ તીર્થકરે થઈ ગએલા હોવાથી તેમની ગણના વીસમા તીર્થંકર તરીકે થઈ
ભગવાનની અપૂર્વ-અદૂભુત ધર્મદેશના વડે આ સંઘ દિન ગુની-રાત ચગુની ઉન્નતિ પામવા લાગે.
નેધપાત્ર બીના તે એ બની કે કેવળજ્ઞાન થયા પછી લાભનું કારણ જાણીને ભગવાન મહાવીરે એક જ રાતમાં અડતાલીશ કેશને વિહાર કર્યો. અને તેઓ અપાપાપુરી નગરીએ આવ્યા. ત્યાં મહાસેન વનમાં ધર્મ સભા થઈ અને તેમનું અત્યંત પ્રભાવશાળી પ્રવચન સાંભળીને લેકે મુગ્ધ બન્યા. તેમણે નગરમાં વાત વહેતી મૂકી કે “અહી એક સર્વજ્ઞ આવેલ છે. એટલે તે ગામમાં એક મહાન યજ્ઞ નિમિત્તે એકત્ર થયેલા બ્રાહ્મણ પંડિતે ચંક્યા અને તેમાંના અગિયાર મહાવિદ્વાને (૧) ઈન્દ્રભૂતિ, (૨) અગ્નિભૂતિ, (૩) વાયુભૂતિ, (૪) વ્યક્ત, (૫) સુધર્મા, (૬) મંડિક, (૭) મૌર્યપુત્ર, (૮) અંકપિત, (૯) અચલભ્રાતા, (૧૦) મેતાર્ય અને (૧૧) પ્રભાસ એક પછી એક ભગવાનની ધર્મસભામાં તેમની પરીક્ષા કરવાને આવ્યા, પણ ભગવાને તેમના મનમાં રહેલી શાસ્ત્રાર્થ વિષેની શંકાઓ બરાબર બતાવી દીધી અને તેના સાચા અર્થો પણ કરી