________________
૭૩
(૩) તે વખતના ધર્મોપદેશકે તત્ત્વજ્ઞાનનાં નામે અનેક અટપટી વાતે રજૂ કરતા, પરંતુ ભગવાન મહાવીરે જીવનના પરમ સત્યે તદ્દન સાદી અને સરલ ભાષામાં રજૂ કરી દીધાં અને તેણે લેકમાનસ પર બહુ ઊંડી અસર કરી.
ધર્મ એ જીવનની જરૂરીઆત છે, એ વસ્તુ ભગવાન મહાવીરે અનેક દાખલા દલીલે પૂર્વક સારી રીતે સમજાવી અને તેની પરીક્ષા કરવાને સટ વિધિ પણ બતાવ્યું.
તેમણે કહ્યું કે “જ્યાં અહિંસા હોય, પ્રાણી માત્ર પ્રત્યે દયા કે પ્રેમની ભાવના હોય, ત્યાં જ ધર્મ જાણ; હિંસામાં. ધર્મ સંભવે નહિ.”
તેમણે કહ્યું કે “જ્યાં સંયમ હેય, સદાચાર હોય, શીલની સુગંધ હોય ત્યાં જ ધર્મ જાણ, અસંયમ, દુરાચાર કે કુશીલમાં ધર્મ સંભવે નહિ.”
અને તેમણે એ પણ કહ્યું કે “જ્યાં જ્ઞાનપૂર્વકનું તપ હોય, ઈચ્છાઓનું દમન હોય, તૃષ્ણને ત્યાગ હોય, ત્યાં જ ધર્મ જાણ; ગલાલસામાં, વિવિધ ઈચ્છાઓની. પૂર્તિમાં કે તૃષ્ણાના તાંડવમાં ધર્મ સંભવે નહિ.”
તેમના આ ઉપદેશને પડઘે જમ્બર પડ્યો. હિંસક યજ્ઞયાગો ઓછા થઈ ગયા અને પશુબલિ પણ મોટા ભાગે બંધ પડયો. વળી જીવનના સામાન્ય વ્યવહારમાં પણ અને હિંસાને અમલ થવા લાગ્યો અને પશુ-પક્ષીઓ પ્રત્યે