________________
૭૧
જે કે ભગવાન પર તેની ધારી અસર થઈ નહિ, એટલે કે તેઓ બળીને ભસ્મ થયા નહિ, પણ તેમને છેડી શારીરિક પીડા તે જરૂર થઈ. કેટલાક વખત સુધી લેહીના દસ્ત ચાલુ રહ્યા. આ વખતે વચ્ચે પડનાર ભગવાનના બે સાધુએ–નામે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર–બળીને ભસ્મ થઈ ગયા.
ત્યાર પછી સાતમા દિવસે શાલક પશ્ચાત્તાપ કરતે ભૂંડા હાલે મરણ પામે. આ ઘટના ભગવાન મહાવીરને કેવલજ્ઞાન થયા પછી ચૌદમા વર્ષે શ્રાવસ્તી નગરીમાં બની હતી.
કઈ કઈ વાર પરોપકાર કરવા જતાં, કેવું વિચિત્ર પરિણામ આવે છે, તેને આ નેધપાત્ર દાખલો છે.
૧૩–લોકેદ્ધાર ઘણા યોગીઓ કેવલ્ય પ્રાપ્ત થયા પછી નિજાનંદમાં જ મસ્ત રહે છે અને દુનિયાને લગતી કઈ પ્રવૃત્તિમાં પડતા નથી, પરંતુ ભગવાન મહાવીરે કૈવલ્યપ્રાપ્તિ થયા પછી લેકે દ્ધારનું કાર્ય હાથ ધર્યું અને એ જ એમના જીવનની અસાધારણ મહત્તા હતી.
તેમણે લેકોને ન્યાય-નીતિપરાયણ બનાવવા માટે, સદાચારમાં સ્થિર કરવા માટે, તેમજ ધર્મપ્રિય અને તત્ત્વનિષ્ઠ બનાવવા માટે પ્રવચને શરૂ કર્યા. આ પ્રવચનેને