________________
ભગવાન મહાવીરનું બીજું ચાતુર્માસ રાજગૃહ નગરની બહાર નાલંદા પાડામાં એક તંતુવાયની શાળામાં હતું. એ વખતે ગોશાલકનામને મંખજાતીય એક ભિક્ષુ પણ ત્યાં જ ચાતુર્માસાર્થ સ્થિર રહ્યો હતો. તેણે ભગવાનને એક એક માસના નકેરડા ઉપવાસ કરતા જોયા, તેમની ગક્રિયાઓ નિહાળી તથા તેઓ દૂરસ્થ પદાર્થોનું દર્શન કરવાની તથા લેકના મનભાવ જાણવાની સિદ્ધિથી યુક્ત છે, એ પણ જાણ્યું. આથી તે ખૂબ પ્રભાવિત થયે અને પોતાને આવી કઈ સિદ્ધિ મળે તે કામ થઈ જાય એમ માનીને તેમને પરિચય વધારવા લાગ્યું. પરંતુ એ દિવસોમાં ભગવાન મોટા ભાગે મૌન ધારણ કરતા હતા, અટલે વાતચીતને પ્રસંગ બહુ ઓછો આવતે, આમ છતાં ગે શાલકે દૌર્ય ગુમાવ્યું નહિ. જે કંઈ મળશે તે આમની પાસેથી જ મળશે, એમ માનીને તે એમની સાથે સાથે ફરવા લાગ્યો અને જાણે તેમને શિષ્ય હોય એવી રીતે વર્તવા લાગ્યું. ભગવાને પણ તેને વિનય અને તેની ગસિદ્ધિ માટેની ધગશ જોઈને કૃપાદષ્ટિ રાખી.
આ રીતે સાત વર્ષ વ્યતીત થયા પછી એક વખત તે ભગવાનની સાથે કૂર્મગ્રામે આવ્યું. ત્યાં તેણે વૈશિકાયન નામના એક તાપસને માથાપરની જટામાંથી નીચે પડતી જૂઓને પુનઃ જટામાં મૂકતી જોઈને એની મશ્કરી કરી. આથી વૈશિકાયનને પિત્તો ઉછળે અને તેણે ગોશાલકને શિક્ષા કરવા માટે તેલેશ્યા છોડી. તેજલેશ્યા એટલે